નોટબંધી બાદ પણ ગુજરાતમાં નકલી નોટો ઘુસાડવાનું કાવતરુ, બેંકોમાંજ થાય છે જમા

અમદાવાદ SOG ક્રાઇમે 17 જેટલી બેંકોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ હોવાના ખુલાસા સાથે ગુનો દાખલ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ ડુપ્લીકેટ નોટો અમદાવાદની વિવિધ બેંકોમાં જમા કરવામાં આવી છે. હાલ SOG ક્રાઇમે 2 કરોડ 34 લાખ 54 હજારથી વધુ રૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સવાલએ છે કે, નોટબંધી બાદ આ બેંકોએ રદ્દ કરેલી કે બનાવટી ચલણી નોટો કેવી રીતે લીધી? 

નોટબંધી બાદ પણ ગુજરાતમાં નકલી નોટો ઘુસાડવાનું કાવતરુ, બેંકોમાંજ થાય છે જમા

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ SOG ક્રાઇમે 17 જેટલી બેંકોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ હોવાના ખુલાસા સાથે ગુનો દાખલ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ ડુપ્લીકેટ નોટો અમદાવાદની વિવિધ બેંકોમાં જમા કરવામાં આવી છે. હાલ SOG ક્રાઇમે 2 કરોડ 34 લાખ 54 હજારથી વધુ રૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સવાલએ છે કે, નોટબંધી બાદ આ બેંકોએ રદ્દ કરેલી કે બનાવટી ચલણી નોટો કેવી રીતે લીધી? 

છેલ્લા ચાર મહિનાથી અમદાવાદની વિવિધ બેંકોમાં બનાવટી નોટો જમા થઇ હતી. જેને SOG ક્રાઇમ દ્વારા રિકવર કરવામાં આવી છે. બાદમાં તપાસ માટે આ નોટોને FSl ડિપાર્ટમેન્ટમાં મોકલી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નોટબંધીને લગભાગ 2 વર્ષ જેટલો સમય વીતી ગયો. અને આ કરન્સી ચેન્જ કરવા પાછળનું કારણ પણ બનાવટી નોટો દેશમાંથી ઓછી થાય અને કાળું ઘન દેશમાં પરત લાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી. પરંતુ હકીકત કંઈક જુદી છે અમદાવાદ SOG ક્રાઇમે અલગ અલગ બેંકો માંથી 5381 જેટલી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો ઝડપી પાડી છે. તો છેલ્લા ત્રણ વર્ષમાં તો અધધ કહી શકાય તેમ કરોડો રૂપિયાની નોટો બેંકો જમા લીધી છે.

કચ્છ સરહદે પાકિસ્તાની હિન્દુ શખ્સ ઝડપાતા તંત્ર થયું એલર્ટ

રદ્દ થયેલી અને ચાલુ કેટલી નોટો ત્રણ વર્ષમાં બેંકોએ જમા લીધી

વર્ષ 2017 

  • 2000ના દરની 156 નોટો એટલે કે 3લાખ 12 હજાર રૂપિયા 
  • 1000ના દરની 11143 નોટો એટલે કે 1કરોડ 11લાખ 43 હજાર રૂપિયા
  • 500ના દર ની 9364 નોટો એટલે કે 46લાખ 82 હજાર
  • 100ના દરની 6678 નોટો એટલે 6લાખ 67હજાર 800 રૂપિયા

વર્ષ 2018

  • 2000ના દરની 809 નોટો એટલે કે 16લાખ 18 હજાર રૂપિયા 
  • 1000ના દરની 1042 નોટો એટલે કે  10 લાખ 42 હજાર રૂપિયા
  • 500ના દર ની રદ થયેલી1555 નોટો એટલે કે 7લાખ 77 હજાર 500  
  • નવી નોટો 688 મળી 3લાખ 44 હજારની રૂપિયાની
  • 100ના દરની 9199 નોટો એટલે 9લાખ 19હજાર 900 રૂપિયા

વર્ષ 2019 માં (એપ્રિલ માસ સુધી )

  • 2000ના દરની 380 નોટો એટલે કે 7 લાખ 60 હજાર રૂપિયા 
  • 1000ના દરની 250 નોટો એટલે કે 2 લાખ 50 હજાર રૂપિયા
  • 500ના દર ની રદ થયેલી 542 નોટો એટલે કે 2લાખ 71  રૂપિયા   
  • નવી નોટો 400 મળી 2 લાખ  રૂપિયાની
  • 200ના દરની 208 નોટો એટલેકે 41 હજાર 400 રૂપિયા
  • 100ના દરની 3602 નોટો એટલે 3લાખ 60 હજાર 200 રૂપિયા

અમદાવાદ SOG ક્રાઇમે કરોડો રૂપિયાની બનાવટી નોટો ઝડપી પાડી છે. જેમાં ઘણીખરી નોટો ઝેરોક્ષ અથવા તો પ્રિન્ટ થયા હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ માની રહી છે. ત્યારે આટલી મોટી માત્રામાં બનાવટી ચલણી નોટો બેંકોમાં આવી કઈ રીતે? તો આ વિષય ઉપર પોલીસનું માનવું છે કે, બેન્કના વહીવટી વિભાગ જે મોટા જથ્થામાં નોટો મશીન વડે ગણાતા હોય છે. તેમાં આવી નોટો આવી ગયા હોવાનું હાલ પોલીસ અને સત્તાધીશ એજન્સીઓ માની રહી છે.

માર્કેટમાં કેરીઓના ભાવ આસમાને છે, તો કેરીનો રસ કેમ સસ્તામાં વેચાય છે?

પાકિસ્તાન બાંગ્લાદેશની સરહદ મારફતે ભારત દેશમાં નકલી નોટો ઘુસાડવાનું આ ષડયંત્ર હોઈ શકે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી નાપાક પાકિસ્તાન પોતાની મેલી મુરદોંને પાર પાડવામાં અસક્ષમ રહ્યું છે. તેવું સૌ કોઈને નોટબંધી બાદ લાગતું હતું. જયારે વાસ્તવિકતા કંઈક જુદી જ છે. તાજેતરમાંજ SOG ક્રાઇમે અમદાવાદની 17 જેટલી બેંકો માંથી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો મળી આવી છે. આ વાત તો માત્ર અમદાવાદની જ છે જયારે હજી ગુજરાતમાં આવી કેટલી બેંકોમાં કેટલી બનાવટી ચલણી નોટો ફરે છે તે આંકડો કદાચ સામે આવે તો અબજો રૂપિયાને આંબી જાય તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news