આસ્થાનું કેન્દ્ર ગણાતું મહેસાણાનું ઐઠોર ધામ બન્યું રાજકીય અખાડો! ઈતિહાસમાં પ્રથમવાર થઈ રહી છે ચૂંટણી
આસ્થાનું કેન્દ્ર ગણાતું મહેસાણાનું ઐઠોર ધામ રાજકીય અખાડો બન્યું છે. મંદિરના ટ્રસ્ટીઓની નિમણૂંક માટે ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે. વિવાદના કારણે ટ્રસ્ટીઓની પસંદગી ન થતા ચેરિટી કમિશનરે ચૂંટણીનો હુકમ કર્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/મહેસાણા: ઊંઝા તાલુકાના યાત્રાધામ ઐઠોર ગણપતિ મંદિરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે. ઐતિહાસિક આસ્થાનું ઐઠોર ગણપતિ મંદિર રાજકીય અખાડો બન્યું છે. ગણપતિ મંદિર સંસ્થાનના પ્રમુખ સહિત સાત હોદેદારોની વરણીને માટે પરિવર્તન પેનલના 7 ઉમેદવારો જ્યારે સામાપક્ષે પણ 7 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. વિવાદના પગલે ચેરિટી કમિશ્નરે ચૂંટણીનો હુકમ કરતા આજે ચૂંટણી છે.
ઊંઝાના યાત્રાધામ ઐઠોર ગણપતિ મંદિરમાં ટ્રસ્ટીઓની ચૂંટણી મામલે થયેલા હુકમ મુદ્દે અસમંજસની સ્થિતિ પ્રવર્તી છે. ચાલુ સત્તાધીશોની વિકાસ પેનલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ચાલુ સત્તાધીશોની વિકાસ પેનલ અને વિરોધી જૂથની પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. હાઇકોર્ટના હુકમથી વિપરીત ચૂંટણીના પગલે બહિષ્કાર કરાયો છે. આ વિવાદ સાથે જ આસ્થાનું કેન્દ્ર ઐઠોર મંદિર રાજકીય અખાડો બન્યું છે. ટ્રસ્ટીઓની ચૂંટણી મતદાન શરૂ થયું છે. વિકાસ પેનલની સર્વ સમાજને પ્રતિનિધિત્વની માંગ ઉઠી છે. ફક્ત એક તરફી ચૂંટણીના પગલે મામલો ફરી પાછો કોર્ટમાં પહોંચી શકે છે. વિકાસ પેનલ ચૂંટણી જંગમાંથી હટી ગઈ અને પરિવર્તન પેનલ ચૂંટણી મેદાનમાં છે.
મહત્વનું છે કે છેલ્લાં ઘણાં સમયથી ઐઠોર ગણપતિ સંસ્થાનો કબ્જો લેવાં માટે ગણપતિ સંસ્થામાં કાવા દાવા શરૂ થયા હતા. ચૂંટણીને લઇ ગ્રામસભા પણ યોજાઈ હતી. આ મુદ્દો ચેરિટી કમિશનર સુધી પહોચ્યો હતો. જેને લઇ વહીવટદાર તરીકે ભરત ઠાકોરની નિમણુક કરાઇ હતી. ગત તા.4થી ડિસેમ્બરે સંયુક્ત ચેરીટી કમિશનર દ્વારા ઐઠોર ગામના દરેક જ્ઞાતિના વર્ગને સમાન પ્રતિનિધિત્વ મળે તેવો ઓર્ડર કરેલ છે. પરંતુ આ ઓર્ડરનું ઉલ્લંઘન થતાં એક જ સમાજના 4 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઐઠોર શ્રી ગણપતિ મંદિર સંસ્થાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગામના અંબાજી માતાજી મંદિર પાસે આવેલ પાર્થ પ્રાથમિક શાળામાં બુધવારે સવારે 8 કલાકથી સાંજે 4:00 કલાક દરમિયાન મતદાન યોજાશે. જ્યારે મતદાન પૂર્ણ થાય પછી સાંજે પાંચ કલાકે મત ગણતરી પણ હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે