ગુજરાતના રાજકારણના મોટા સમાચાર: નવા બે દિગ્ગજોને ભાજપ આપી શકે છે રાજ્યસભામાં સ્થાન, 14મીએ જાહેરાત

RajyaSabha Election: BJP એક મહિલાને રાજ્યસભા ઉમેદવાર બનાવી શકે. જ્યારે એક ઉમેદવાર રાજ્ય બહારથી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. રાજ્યસભા ઉમેદવાર તરીકે અન્ય બે નવા ચહેરાની જાહેરાત થઈ શકે છે. મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણી લડવાની ભાજપમાં ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર: નવા બે દિગ્ગજોને ભાજપ આપી શકે છે રાજ્યસભામાં સ્થાન, 14મીએ જાહેરાત

RajyaSabha Election: ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. આમ જોવા જઈએ તો આ ચૂંટણીમાં ચારેય બેઠકો ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીતે તેવું લગભગ ફાઈનલ છે. ત્યારે ભાજપ પોતાના કયા ચાર ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તેના પર સો કોઈની નજર છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે ભાજપ 14 ફેબ્રુઆરીએ 4 બેઠક પર ઉમેદવારનું એલાન કરશે. 12થી 14 ફેબ્રુઆરીએ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ચારેય ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 15 ફેબ્રુઆરીએ ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ છે.

સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે BJP એક મહિલાને રાજ્યસભા ઉમેદવાર બનાવી શકે. જ્યારે એક ઉમેદવાર રાજ્ય બહારથી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. રાજ્યસભા ઉમેદવાર તરીકે અન્ય બે નવા ચહેરાની જાહેરાત થઈ શકે છે. મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણી લડવાની ભાજપમાં ચર્ચા ચાલી રહી છે. પરંતુ આગામી સમયમાં ભાજપ કોણે ટિકીટ આપે છે તે જોવાનું રહ્યું.

ગુજરાતમાં હાલના સમીકરણોના આધારે કહી શકાય કે ભાજપ ચારેય બેઠકો બિનહરીફ જીતશે. તમને જણાવી દઈએ કે હાલની 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ જ્યારે 2 બેઠકો ભાજપ પાસે છે. વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ 36 વોટ સાથે એક બેઠક પર જીત થાય છે. ત્યારે ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ભાજપ 14 ફેબ્રુઆરીએ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

સમીકરણો શું કહે?
ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનુ સંખ્યાબળ જોતાં ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેની પુરેપુરી શક્યતા છે. આ ચારેય બેઠકોની ચૂંટણી માટે ભાજપ કોણે સાંસદ તરીકે પસંદ કરશે તે અંગે અત્યારથી રાજકીય અટકળો શરૂ થઇ છે. ભાજપને ચાર બેઠક માટે 148 મત જોઇએ, 156 મત અકબંધ છે. રાજ્યની સભાની આ ચારેય બેઠકો માટે ચૂંટણી યોજાય તો એક સાંસદને જીતવા માટે 37 મત જોઇએ. ચાર બેઠકો જીતવા માટે ભાજપને 148 મતોની જરૂર છે. ભાજપ પાસે 156 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, તે જોતાં ચારેય બેઠકો ભાજપ સરળતાથી જીતી જશે. કોંગ્રેસને એક બેઠક માટે પણ 22 મતો ખુટે છે. આ જોતાં કોંગ્રેસ તો ચૂંટણી મેદાને ઉમેદવાર પણ ઉભા નહી રાખે તેવી સ્થિતી સર્જાઇ છે. આમ, ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી પુરેપૂરી શક્યતા જોવાઇ રહી છે.

રાજ્યસભા ચૂંટણી માટે કેટલા મત જરૂરી
રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારે રાજ્ય વિધાનસભામાં ઓછામાં ઓછા 36 મત મેળવવા જરૂરી હોય છે. તમને જણાવી દઈએ કે, ઉમેદવારી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news