HMP વાયરસને લઈ ગુજરાતના આ જિલ્લામાં આરોગ્ય વિભાગ હરકતમાં! વિધાર્થીઓની સુરક્ષાને લઈ મહત્વનો નિર્ણય
HMP Virus Symptoms: સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું છે અને શાળાએ આવતા બાળકોને ફરજિયાત સેનેટાઈઝરથી વારંવાર હાથ ધોવા તેમજ રૂમાલ સાથે રાખવા સહિતની બાબતો અંગેની શાળા સંચાલકોને સૂચના આપી દેવામાં આવી છે.
Trending Photos
HMP Virus Symptoms: કોરોના વાયરસનો ડર હજું લોકોના મનમાંથી ગયો નથી, ત્યાં હવે ચીનમાં એક નવો વાયરસ ફેલાયો હોવાના ડરામણા અહેવાલો સામે આવી રહ્યા છે. HMP વાયરસની સોશિયલ મીડિયા પર એવી અનેક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે જે એ વાતની પુષ્ટિ કરે છે કે આ વાયરસ પણ કોરોના જેટલો ગંભીર હોઈ શકે છે. આ વાયરસનું નામ HMPV હોવાનું કહેવાય છે. આ વાયરસના ગુજરાતમાં કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આગમચેતીરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં વિદ્યાર્ખીઓની સુરક્ષાને લઈને શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
વિધાર્થીઓની સુરક્ષાને લઈ શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય
સુરેન્દ્રનગર જિલ્લામાં HMP વાઇરસના પગલે વિધાર્થીઓની સુરક્ષાને લઈ શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. જી હા...સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું છે અને શાળાએ આવતા બાળકોને ફરજિયાત સેનેટાઈઝરથી વારંવાર હાથ ધોવા તેમજ રૂમાલ સાથે રાખવા સહિતની બાબતો અંગેની શાળા સંચાલકોને સૂચના આપી દેવામાં આવી છે.
સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા કડક સૂચના અપાઈ
તમને જણાવી દઈએ કે, બાળકો અને વૃધ્ધોમાં HMP વાઈરસનો સૌથી વધુ ખતરો રહેલો છે. જેથી નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે તાવ, શરદી અને ન્યુમોનિયા જેવા લક્ષણો દેખાઈ તો તાત્કાલિક સારવાર માટે પણ અપીલ કરાઈ છે. સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને વાઇરસને લઈ તકેદારી અંગેની કડક સૂચના અપાઈ છે.
શું છે આ HMPV વાયરસ?
ચીનમાં ફેલાઈ રહેલા આ વાયરસનું નામ HMPV હોવાનું કહેવાય છે. આ અંગે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે આ વાયરસ માઈકોપ્લાઝમા ન્યૂમોનિયા અને કોવિડ-19 જેવા અનેક વાયરસના પરિવારો સાથે સંબંધ ધરાવે છે. આ શ્વાસ સંબંધિત રોગ છે જે ફ્લૂ જેવા સંકેતો સાથે શરીરમાં સમસ્યા પેદા કરે છે.
આ છે શરૂઆતના સંકેત
- - ઉધરસ આવવી
- - તાવ આવવો
- - નાક બંધ રહેવું
- - ગળું ખરાબ થવું
- - શ્વાસ લેવામાં તકલીફ થવી.
કયા લોકોને વધુ જોખમ?
જો કે આ વાયરસ ગમે તે વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. પરંતુ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય તેઓના આ વાયરસની ઝપેટમાં આવવાનું જોખમ વધુ રહે છે. જેમાં નાના બાળકો, વૃદ્ધો, અને કોઈ જૂની બીમારીથી પીડિત લોકો સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે