ભારતના પ્રથમ વડાપ્રધાનની રેસમાં હતું સરદારનું નામ, પણ બની ન શક્યા, જાણો શું છે કહાની

સરદાર પટેલના જીવનના અનેક કિસ્સાઓ યાદગાર છે. જેમાંથી એક છે ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની રેસમાં તેમનું નામ... આ પાછળ છુપાયેલી છે અનેક નાની-મોટી કહાનીઓ.... 

ભારતના પ્રથમ વડાપ્રધાનની રેસમાં હતું સરદારનું નામ, પણ બની ન શક્યા, જાણો શું છે કહાની

ઝી મીડિયા/બ્યૂરો :લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની આજે 146મી જન્મજયંતી છે. સમગ્ર દેશ તેમની જયંતીને રાષ્ટ્રીય એક્તા દિવસ (National Unity Day) ના રૂપમાં ઉજવી રહ્યો છે. સરદાર પટેલના જીવનના અનેક કિસ્સાઓ યાદગાર છે. જેમાંથી એક છે ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની રેસમાં તેમનું નામ... આ પાછળ છુપાયેલી છે અનેક નાની-મોટી કહાનીઓ.... 

સરદાર પટેલની રાજકારણમાં એન્ટ્રી
વકીલાતની સાથે સાથે તેઓ અમદાવાદમાં ગુજરાત ક્લબના સભ્ય બન્યા. અહીંયા તેમણે બ્રિજની રમતમાં એવી મહારત હાંસલ કરી કે બ્રિજના ચેમ્પિયન તરીકે ઓળખાવા લાગ્યા. 1917માં વલ્લભભાઇએ અમદાવાદ મહાનગરપાલિકાના સભ્ય તરીકે જાહેર જીવનમાં પદાર્પણ કર્યું. વકીલાત કરી ખૂબ ધન કમાવવાની મહેચ્છા ન ધરાવનારા વલ્લભભાઇને રાજકારણમાં બહુ રસ નહોતો. પરંતુ મિત્રોના આગ્રહને માન આપીને વલ્લભભાઇ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉતર્યા અને ચૂંટણી જીતી ગયા.
જ્યારે નહેરુજીના ઉમેદવારને સરદાર પટેલના ઉમેદવારે આપી હતી માત
જાણો સરદાર પટેલ કેવી રીતે બન્યા લોખંડી પુરુષ? અંતિમ સમયમાં તેમના ઘરમાં 1000 રૂપિયા પણ ન હતા

ઈતિહાસમાં જાણી જોઈને પટેલને જગ્યા ન અપાઈ
સરદાર પટેલની કોંગ્રેસ સરકારમાં એટલી ચર્ચા ક્યારેય થતી નથી, જેટલી મોદી સરકારમાં આવ્યા બાદ થાય છે. આપણે પુસ્તકોમાં માત્ર તેઓને લોખંડી પુરુષના નામથી જ વાંચ્યા છે. પરંતુ જ્યારે પણ વાંચતા હતા તો તેઓ દેશના પહેલા ઉપપ્રધાન મંત્રી અને ગૃહમંત્રી હતા, ત્યારે પ્રધાનમંત્રી નહેરુનુ કદ તેઓને હંમેશા મોટું જ લાગતું હતું. પરંતુ ધીરે ધીરે ઇતિહાસના પાનાંઓ પર પડેલી ધૂળ હટતી ગઈ અને તમામ ઐતિહાસિક માહિતીઓ સામે આવતી ગઈ. જેને કારણે આજે લોકોના દિલ દિમાગ પર તેનું કદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવુ કદાવર થઈ ગયું.  

Amit Shah એ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી કર્યા નમન, એકતા પરેડ શરૂ

જ્યારે નહેરુજીના ઉમેદવારને સરદાર પટેલના ઉમેદવારે આપી હતી માત
અનેક લોકો એ જાણે છે કે, કેવી રીતે 1939 ના ત્રિપુરી અધિવેશનમાં સુભાષ ચંદ્ર બોઝની સામે કોંગ્રેસ અધ્યક્ષના ઈલેક્શનમાં ગાંધીજીએ પોતાના ઉમેદવાર પટ્ટાભિ સીતારમૈયા ઉતાર્યા હતા, પછી જ્યારે તેઓ હારી ગયા તો ગાંધીજીએ કહ્યું હતું કે, આ મારી હાર છે. આવુ જ કંઈક નહેરુ અને પટેલની સાથે પણ થયું હતું. જ્યારે એક ઉમેદવારને પટેલે સમર્થન આપ્યું હતું અને એકને નહેરુએ સમર્થન કર્યું હતું. સરદાર પટેલના ઉમેદવાર જીતી ગયા હતા અને નહેરુજીના હારી ગયા હતા. ત્યારે નહેરુજીએ રાજીનામાની પણ ધમકી આપી હતી. આ મહાશય હતા પુરુષોત્તમ ટંડન, જેઓને રાજર્ષિ ટંડન પણ કહેવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news