29 અને 30 ઓગસ્ટની વરસાદની આગાહી છે મહાભયંકર! હવામાન વિભાગે આ જિલ્લાઓને આપી ચેતવણી

Gujarat Flood Alert : હજુ પણ રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ અને ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદ પડશે, અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતા 40 ટકાથી વધુ વરસાદ વરસ્યો, સૌરાષ્ટ્રના 1 જૂનથી 29 ઓગસ્ટ સુધી 67 ટકાથી વધુ વરસાદ વરસ્યો,... 29 અને 30 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
 

29 અને 30 ઓગસ્ટની વરસાદની આગાહી છે મહાભયંકર! હવામાન વિભાગે આ જિલ્લાઓને આપી ચેતવણી

Gujarat weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 237 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદે વિનાશ વેર્યો. છેલ્લા 4 દિવસમાં ગુજરાતમાં વરસાદના કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યા. હજુ પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી છે. રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ અને ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદ પડશે. અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતા 40 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના 1 જૂનથી 29 ઓગસ્ટ સુધી 67 ટકાથી વધુ વરસાદ વરસ્યો. 28, 29 અને 30 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ગુજરાતના માથે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઑફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થતા હજી પણ વરસાદ રહેશે. આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 28, 29 અને 30 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. રાજ્યમાં પાછલા 24 કલાકમાં સૌથી વધુ દ્વારકામાં 43 cm અને જામનગરમાં 38 cm વરસાદ નોંધાયો. અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતા 40 ટકા વરસાદ વધુ નોંધાયો. તો સૌરાષ્ટ્રના 1 જૂન થી 29 ઓગસ્ટ સુધી 67 ટકા વરસાદ વધુ રહેશે. 

આગામી 24 કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને લઈને કચ્છ કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને સર્તક રહેવા ખાસ અનુરોધ કરાયો. પાણી જોવા, પ્રવાસન સ્થળો ન જવા અપીલ કરાઈ. નદી, નાળા સહિતના વિસ્તારમાં ન જવા અનુરોધ કરાયો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ પોણા 12 ઈંચ વરસાદ નોંધાયો. તો કચ્છના અબડાસામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો. દ્વારકાના કલ્યાણપુરમાં સાડા દસ ઈંચ વરસાદ પડ્યો. કચ્છના લખપતમાં નવ ઈંચ વરસાદ નોંધાયો. જામજોધપુરમાં પોણા નવ ઈંચ વરસાદ નોંધાયો. આમ, રાજ્યના 8 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યના 20 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. 

પરેશ ગોસ્વામીની આગાહી 
પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે, રાજ્યમાં આગામી 36 થી 40 કલાકની અંદર મેઘતાંડવ જોવા મળશે. અનેક વિસ્તારોમાં 15 ઈંચથી વધારે જેટલો વરસાદ નોંધાશે. સરકારી તંત્રને પણ અપીલ કરુ છું કે, એનડીઆરએફની ટીમ હવે તૈયાર રાખજો. આગામી 36 કલાક બહુ જ ડેન્જર છે. ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, અને કચ્છના દરિયાઈ કાંઠા માટે આગામી 36 કલાક બહુ જ ભારે છે. આ તમામ જિલ્લા આગામી 36 થી 40 કલાક માટે ડેન્જર ઝોનની સ્થિતિમાં છે. આ જિલ્લાઓને સુપર રેડ એલર્ટ આપી શકાય. કારણ કે, આ જિલ્લાઓમાં હવે જે વરસાદ આવશે તે કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાંખે તેવો વરસાદ લાવશે. 

અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદની સ્થિતી અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારેની વરસાદ અને જળબંબાકારની આગાહી તેમણે કરી છે. તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે. રાજ્યમાં વરસાદી માહોલ 28 ઓગસ્ટ સુધી યથાવત રહેશે. 28 મી ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news