ગુજરાતમાં જેમને મંત્રી બનવું છે એ મોદીને આપી ચૂક્યા છે ગાળો, Alpesh Takorને ભાજપે જ ભરાવ્યા

Congress abused me 91 times : વડાપ્રધાન મોદીને ગાળો બોલનારા જે ૯૧ કોંગ્રેસી નેતાઓનું લિસ્ટ ભાજપ IT સેલે તૈયાર કર્યું છે... આ લિસ્ટ હાલ ભાજપના જ નેતા અલ્પેશ ઠાકોરને કારણે ચર્ચામા આવ્યું છે 
 

ગુજરાતમાં જેમને મંત્રી બનવું છે એ મોદીને આપી ચૂક્યા છે ગાળો, Alpesh Takorને ભાજપે જ ભરાવ્યા

Alpesh Thakor : બક્ષીપંચના નેતા અલ્પેશ ઠાકોર (Alpesh thakor) પોતાની છબી સુધારવાની લાખ પ્રયાસો કરે પણ એમનો ભૂતકાળ ક્યાંયને ક્યાંય આડો આવી જ જાય છે. અલ્પેશ ઠાકોરનો (Alpesh thakor) આ ભૂતકાળ જ એમને લીલી પેનથી સહી કરવાનું સપનું પુરૂ થવા દેતો નથી. અલ્પેશે (Alpesh thakor) લીલી પેનથી સહી કરવા માટે અનેક કુરબાનીઓ આપી છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી કેસરિયો ધારણ કરી દીધો પણ મંત્રીપદ દિવસે ને દિવસે દૂર થતું જાય છે. હાલમાં એક એવું ભોપાળું બહાર આવ્યું છે જેમાં ભાજપના (gujarat bjp) આ ધારાસભ્ય સીધા ભેરવાઈ ગયા છે. કોંગ્રેસને આડે હાથ લેવામાં દિલ્હી ભાજપના નેતાઓ એ ભૂલી ગયા કે એક સમયે કોંગ્રેસમાં રહીને પીએમ મોદીને ગાળો આપનાર આજે હાઈકમાન્ડના ખાસ છે અને મંત્રી બનતાં બનતાં સહેજમાં જ રહી ગયા છે. જેઓ ગાંધીનગરથી મોટી લીડથી ભાજપમાંથી જ વિજેતા બન્યા છે. 

લિસ્ટ વાયરલ થતા ભાજપ માટે માથાનો દુખાવો બન્યું 
દિલ્હી હાઈકમાન્ડના હાથમાંથી પણ આ તીર છૂટી જતાં ગુજરાત ભાજપ માટે પણ આ સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો અને Tweet માથાનો દુખાવો બની ગયા છે. ભાજપના આઈટી સેલે મોદીને કોંગ્રેસે આપેલી 91 ગાળોના લિસ્ટમાં 32મા નંબરે અલ્પેશ ઠાકોરનું નામ મૂક્યું છે. જેઓ હાલમાં ભાજપના કદાવર નેતા ગણાય છે. ભાજપને ભૂલ પાછળથી ખબર પડી પણ ત્યાં સુધીમાં તો મામલો હાથમાંથી બહાર નીકળી ગયો હતો. દિલ્હીને એ ખબર નથી કે અલ્પેશ ઠાકોર હાલમાં ગુજરાત ભાજપમાં (gujarat bjp) છે કે જાણી જોઈને અલ્પેશ ઠાકોરનું (Alpesh thakor) નામ આ લિસ્ટમાં ઢસડવામાં આવ્યું એ એક ચર્ચાનો વિષય છે.  

— Amit Malviya (@amitmalviya) April 27, 2023

ભાજપ IT સેલે કરી મોટી ભૂલ
વડાપ્રધાન મોદીને ગાળો બોલનારા જે ૯૧ કોંગ્રેસી નેતાઓનું લિસ્ટ ભાજપ IT સેલે તૈયાર કર્યું છે. પોતાના નેતાઓને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટે મોકલી આપ્યું છે. તેમાં કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા (pradip vaghela) પોતે ભરાઈ પડ્યા હતા. આખીય વાતમાં થયું છે એવું કે ૯૧ કોંગ્રેસીઓમાં અલ્પેશ ઠાકોરનું નામ પણ હતું. એક સમયે ભાજપ સરકાર સામે મોરચો ખોલનારા કોંગ્રેસી અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન મોદી માટે અહીં લખી ન શકાય તેવા નિમ્ન શબ્દો ઉચ્ચાર્યા હતા. 

91 કોંગ્રેસીઓના લિસ્ટમાં અલ્પેશ ઠાકોર 
ભાજપ નેશનલ IT સેલે PM મોદી માટે ખરાબ શબ્દપ્રયોગ કરનારા ૯૧ કોંગ્રેસીઓનું લિસ્ટ તૈયાર કર્યું હતું પણ તેઓ એ ભૂલી ગયા કે  તેમાં ૩૨મા નંબરે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ હતા. આ લિસ્ટને જેવું પ્રદીપસિંહે Twitter પર પોસ્ટ કર્યુ કે તુરંત જ ‘કોંગ્રેસી અલ્પેશને કાઢો’ એવા મેસેજનો વરસાદ શરૂ થઈ ગયો હતો. આથી. વાઘેલાને પોતાનું Tweet ડીલિટ કરવું પડ્યું હતું. આ સ્થિતિ ગુજરાત ભાજપના (gujarat bjp) અન્ય નેતાઓની પણ થઈ હતી. હવે આ લિસ્ટને વાયરલ ન કરે તો દિલ્હી હાઈકમાનનો આદેશ અવગણવાની સ્થિતિ આવે અને કરે તો અલ્પેશ ઠાકોરનું નામ બદનામ થાય એવી સ્થિતિ ઉભી થઈ હતી. આમ કોંગ્રેસને બદનામ કરવામાં અને કોંગ્રેસી નેતાઓને ઝાટકવમાં ભાજપ એ ભૂલી ગઈ હતી કે હવે અલ્પેશ ઠાકોર (Alpesh thakor)એ ભાજપના નેતા છે અને ભવિષ્યના ગુજરાતના મંત્રીપદના સૌથી મોટા દાવેદાર પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news