ભરૂચના અંકલેશ્વર GIDCની એક કંપનીમાંથી ઝડપાયું 250 કરોડનું ડ્રગ્સ, આરોપીઓ સકંજામાં

ભરૂચના અંકલેશ્વરમાં ચાલતા ડ્રગ્સ કારોબારનો પર્દાફાશ.. GIDCની એક કંપનીમાંથી ઝડપાયું 250 કરોડનું ડ્રગ્સ... પોલીસે 3 આરોપીની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ સુરતમાં પણ ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણ શખ્સો પકડાયા... દક્ષિણ ગુજરાત જાણે ડ્ગ્સની એપી સેન્ટર બની ગયું હોય હાલ એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. 

ભરૂચના અંકલેશ્વર GIDCની એક કંપનીમાંથી ઝડપાયું 250 કરોડનું ડ્રગ્સ, આરોપીઓ સકંજામાં
  • ગુજરાતમાં ફરી ધૂણ્યુ ડ્ગ્સની હેરાફેરીનું તૂત
  • દક્ષિણ ગુજરાત બન્યુ ડ્ગ્સનું એપી સેન્ટર
  • ડ્ગ્સ માફિયા પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક
  • અંકલેશ્વર અને સુરત ઝડપાયો ડ્ગ્સનો જથ્થો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભરૂચના અંકલેશ્વર GIDCમાંથી ફરી ડ્રગ્સ ઝડપાયો ડ્ગ્સનો મસમોટો જથ્થો. અંલેશ્વર જીઆઈડીસીને એક કંપનીમાંથી 250 કરોડનો ડગ્સનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ. અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ બરામાત થયું. આ સાથે જ પોલીસે 3 આરોપીઓની પણ ધરપકડ઼ કરી લીધી છે. ઉલ્લેખનીય છેકે, એક સપ્તાહ પહેલાં આવકારમાંથી 5 હજાર કરોડનું કોકેન ઝડપાયું હતું.

ગુજરાત બન્યુ છે ડ્ગ્સનું હબ. નશાનો કાળો કારોબાર કરતા ગુનેગારો ગુજરાતને બનાવી રહ્યાં છે સોફ્ટ ટાર્ગેટ. નશાખોરીના કારોબાર સાથે સંકળાયેલાં લોકો ગુજરાતની યુવા પેઢી પર સાધી રહ્યાં છે નિશાન. ભરૂચના અંકલેશ્વરમાં ચાલતા ડ્રગ્સ કારોબારનો પર્દાફાશ.. GIDCની એક કંપનીમાંથી ઝડપાયું 250 કરોડનું ડ્રગ્સ... પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ સુરતમાં પણ ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણ શખ્સો પકડાયા... દક્ષિણ ગુજરાત જાણે ડ્ગ્સની એપી સેન્ટર બની ગયું હોય હાલ એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. 

સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 250 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું અનુમાન છે. ત્યારે ગઈકાલે મોડિરાત્રે સુરત શહેર અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ વેલંજા વિસ્તારમાંથી 2 કરોડની કિંમતનો એમ.ડી ડ્રગ્સનો 2100 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ સાથે નશાના સોદા કરનાર ત્રણ લોકોની ધરપકડ કરી છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ એ.ડી.ડ્રગ્સ કબજે કર્યું છે. અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી અર્થે FSLમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી હાલ મળી રહી છે.

સુરત જિલ્લાના વેલંજામાંથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે નશાના સોદા કરનાર ત્રણ લોકોની ધરપકડ કરી છે. એમની પાસેથી પોલીસે 2100 ગ્રામ એટલે કે બે કિલોથી પણ વધુ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. સુરત પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ આરોપીઓ જે ડ્રગ્સ બનાવતા હતા તેના ચાર સ્ટેજ હોય છે હાલ જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે તે ક્યા સ્ટેજમાં છે તેની તપાસ એફએસએલના માધ્યમથી કરવામાં આવશે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ, ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા સંયુક્ત ઓપરેશન કરી મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અંકલેશ્વરથી સ્કોડા કાર નંબર GJ 16 DK 3299માં ડ્રગ્સનો જથ્થો લઈને જઈ રહ્યા હતા જેની જાણકારી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. પોલીસ રાજ હોટલથી વેલંજા તરફ જતા રોડ પરથી કારને ઝડપી પાડ્યો છે. આ કારમાંથી મોટું પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી 2100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજો કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ પણ મળી આવ્યા છે. ગોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓએ આ જથ્થો અંકલેશ્વરથી લઈને આવ્યા હતા. જેથી તપાસમાં અંકલેશ્વર લિંક બહાર આવતા પોલીસ ત્યાં પણ તપાસ કરી રહી છે. અંકલેશ્વરથી પણ મોટો જથ્થો મળી આવ્યા હોવાની ચર્ચા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news