Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 915 કેસ, 14 લોકોના મૃત્યુ
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 43 હજાર 723 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 2071 અને અત્યાર સુધી રિકવર થનારા દર્દીઓની સંખ્યા 30 હજાર 555 છે.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે 900થી વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં કોરોના વાયરસના નવા 915 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન કુલ 14 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રિકવર થનારા દર્દીઓનો આંકડો 749 છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 43 હજાર 723 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 2071 અને અત્યાર સુધી રિકવર થનારા દર્દીઓની સંખ્યા 30 હજાર 555 છે.
રાજ્યમાં છેલ્લી 24 કલાકમાં થયેલા મૃત્યુની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 14 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 3, સુરત શહેરમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, બનાસકાંઠા, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
સુરતમાં નવા 221 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 915 કેસ નોંધાયા છે. આ અત્યાર સુધીનો એક દિવસનો રેકોર્ડ આંકડો છે. સુરત કોર્પોરેશનમાં છેલ્લા 24 કલાકમાં 221, અમદાવાદ શહેરમાં 154 અને સુરત ગ્રામ્યમાં 70 નવા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 56, ભાવનગરમાં 33, સુરેન્દ્રનગરમાં 31, ભરૂચમાં 28, બનાસકાંઠામાં 21, મહેસાણામાં 21 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં કોરોનાની આજની સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા 11097 છે. જેમાં 71 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 11026 સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 30555 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તો મૃત્યુઆંક 2071 છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 4 લાખ 78 હજાર 367 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 3 લાખ 39 હજાર 412 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે