ગુજરાતની જાણીતી આ સ્કૂલ સૌથી મોટા વિવાદમાં! વિદ્યાર્થીઓને બિનહિન્દુ પ્રાર્થના શિખવાડનો આક્ષેપ
ગીર સોમનાથના વેરાવળની સ્કૂલ એક મોટા વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં વિધાથીઓને બિનહિન્દુ પ્રાર્થના બોલાવવામાં તેમજ શીખવાડવામાં આવતા હિન્દુ સમાજ રોષે ભરાયો હતો.
Trending Photos
ઝી ન્યૂઝ/સોમનાથ: ગીરસોમનાથના વેરાવળમાં એક સ્કૂલ વિવાદમાં આવી છે. વેરાવળમાં આદિત્ય બિરલા સ્કૂલ વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓને બિનહિન્દુ પ્રાર્થના શિખવાડમાં આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. આ ઘટનાને પગલે સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ સહિત આગેવાનો શાળાએ પહોંચ્યા હતા. હિન્દુ સંગઠને સ્કૂલના પ્રિન્સિપાલને રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે પ્રિન્સિપાલે આ મુદ્દે તપાસ કરવાની ખાતરી આપી હતી. સ્કૂલના પ્રિન્સિપાલે બિનહિન્દુ પ્રાર્થના નહીં શિખવાડવાની ખાતરી આપવામાં આવી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથના વેરાવળની સ્કૂલ એક મોટા વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં વિધાથીઓને બિનહિન્દુ પ્રાર્થના બોલાવવામાં તેમજ શીખવાડવામાં આવતા હિન્દુ સમાજ રોષે ભરાયો હતો. આ ઘટના બાદ વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઇ કુહાડાની આગેવાનીમા હિન્દુ સમાજના આગેવાનો સ્કૂલે પહોંચ્યા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલને સાથે રુબરુ રજૂઆત કરાઈ હતી.
સ્કૂલના પ્રિન્સિપાલ દ્રારા આ મુદે તપાસ હાથ ધરવામા આવશે અને બિનહિન્દુ પ્રાર્થના નહી શીખવાડવાની બાંહેધરી આપવામાં આવી હતી. હિન્દુસમાજના પ્રમુખો અને આગેવાનોએ શાળાના પ્રિન્સિપાલને ગંભીરતાથી રજૂઆત કરી પ્રિન્સિપાલે ત્વરીત તપાસ કરી યોગ્ય કરવા ખાતરી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે