નડાબેટ બોર્ડરનો વિકાસ જોઈ કોંગ્રેસનાં MLA ગેનીબેન થયાં અભિભૂત, કહ્યું; '...વિશ્વના નકશામાં આજે મળ્યું છે સ્થાન'
બનાસકાંઠાનાં સૂઈગામ તાલુકાનાં નડાબેટ ખાતે 29 નાં રોજ સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંતવાણી કાર્યક્રમમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા, જ્યાં નડાબેટમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસને લઈને પ્રશંસા કરી હતી.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરી એકવાર વિકાસનાં કાર્યોને લઈ પ્રશંસા કરી છે. સુઈગામ તાલુકાની નડાબેટ બોર્ડરનો વિકાસ જોઈને કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન અભિભૂત થયાં હતા. વાવનાં ધારાસભ્ય ગેનીબેને આ જોઈને કહ્યું હતું કે સીમા દર્શન કાર્યક્રમથી નડેશ્વરી માતાજીના મંદિરને વિશ્વના નકશામાં સ્થાન મળ્યું છે.
બનાસકાંઠાનાં સૂઈગામ તાલુકાનાં નડાબેટ ખાતે 29 નાં રોજ સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંતવાણી કાર્યક્રમમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા, જ્યાં નડાબેટમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસને લઈને પ્રશંસા કરી હતી.
કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સંતવાણી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા નડાબેટનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કર્યો છે. ત્યારે ભારત-પાકિસ્તાન સીમા પર નડાબેટનો સરકારે વિકાસ કર્યો છે. આજે અહીંયા લોકો ફરવા માટે આવી રહ્યા છે. તેમજ વિશ્વનાં નકશામાં આજે નડેશ્વરી માતાનાં મંદિરને સ્થાન આપ્યું છે.
તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા નડાબેટને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવતા આજે હજારો લોકો ત્યાં ફરવા માટે આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે