કોંગ્રેસનું મિસ-મેનેજમેન્ટ : એરપોર્ટ આવેલા આ દિગ્ગજ નેતાને કોઈ લેવા ન આવ્યું
આજે અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે. ત્યારે તેને લઈને સમગ્ર રાજ્યના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં જુસ્સો જોવા મળી રહ્યો છે. કારણ કે, પહેલીવાર ગુજરાતમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી એક મંચ પર જોવા મળશે. અમદાવાદમાં યોજાઈ રહેલી આ મીટિંગ માટે દેશભરના કોંગ્રેસના નેતાઓનું આગમન ગઈકાલે જ થઈ ગયું હતું. ત્યારે એરપોર્ટ પર જ કોંગ્રેસી નેતાઓનું મિસ-મેનેજમેન્ટ જોવા મળ્યુ હતું, જેનો ભોગ બન્યા હતા CWC સભ્ય તારીક હામીદ ખારા.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : આજે અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે. ત્યારે તેને લઈને સમગ્ર રાજ્યના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં જુસ્સો જોવા મળી રહ્યો છે. કારણ કે, પહેલીવાર ગુજરાતમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી એક મંચ પર જોવા મળશે. અમદાવાદમાં યોજાઈ રહેલી આ મીટિંગ માટે દેશભરના કોંગ્રેસના નેતાઓનું આગમન ગઈકાલે જ થઈ ગયું હતું. ત્યારે એરપોર્ટ પર જ કોંગ્રેસી નેતાઓનું મિસ-મેનેજમેન્ટ જોવા મળ્યુ હતું, જેનો ભોગ બન્યા હતા CWC સભ્ય તારીક હામીદ ખારા.
ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીરના સાંસદ તથા સીડબલ્યુસીના સભ્ય તારીક હામીદ ખારા ગુજરાતમાં યોજાઈ રહેલી બેઠક માટે ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે, અહીં તેમને લેવા માટે કોઈ જ આવ્યું ન હતું. તો બીજી તરફ, તેમને એરપોર્ટથી હોટલ તરફ લઈ જવા માટે પણ કોઈ જ વાહનની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આખરે તેઓ જાતે ટેક્સી બૂક કરાવીને હોટલ તરફ જવા રવાના થયા હતા. એટલું જ નહિ, તેમનુ એરપોર્ટ પર આગમન થયું, ત્યારે ત્યા હાજર કોઈ પણ કોંગ્રેસ નેતાઓ તેમને ઓળખી શક્યા ન હતા. આથી પોતે અત્યંત અપમાનિત થતા હોઈ તેઓ રોષપૂર્વક ત્યાંથી નીકળી પડ્યા હતા.
જોકે, પોતે અપમાનિત થયા હોવા છતા તેમણે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. પરંતુ તેમના ચહેરા પર રોષ સ્પષ્ટ જોઈ શકાતો હતો. ઉલ્લેખનીય છે કે, તારીક હામીદ ખારા પીડીપી પાર્ટી સાથે સંકળાયેલા હતા. 2017ના વર્ષમાં તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે