રાજકોટમાં બીડી, માવો અને તમાકુના વેચાણના ચોંકાવનારા કૌભાંડનો ઘટસ્ફોટ
કોરોનાને કારણે લોકડાઉનનું કડક પાલન પોલીસ કરાવી રહી છે. પાન-બીડી-સિગારેટ-તમાકુના વેંચાણ કરતાં ગલ્લાઓ પણ બંધ કરવામાં આવ્યા છે.
Trending Photos
રાજકોટ : રાજ્યમાં જયારથી લોકડાઉનની જાહેરાત થઈ છે ત્યારથી આખા રાજ્યમાં ખાસ કરીને રાજકોટ (Rajkot)માં જે લોકોને પાનમસાલા અને તમાકુ ખાવાની આદત છે તેમને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા સમય પહેલાં રાજકોટની જેલમાંથી પ્રતિબંધિત બીડી તમાકુ સહિતની વસ્તુઓનો ગોળો બનાવી બહારથી અંદર મોકલવાની ઘટના સામે આવી હતી અને હવે સિવિલ હોસ્પિટલમાંથી (civil hosptial) એક વ્યક્તિ બીડી, માવો અને તમાકુનું વેચાણ કરતો પકડી પાડવામાં આવ્યો છે.
કોરોનાને કારણે લોકડાઉનનું કડક પાલન પોલીસ કરાવી રહી છે. પાન-બીડી-સિગારેટ-તમાકુના વેંચાણ કરતાં ગલ્લાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. પ્રતિબંધ હોવા છતાં આવી ચીજવસ્તુઓ હાલના દિવસોમાં અંદરખાને વેંચાય છે. અમદાવાદમાં તો આ વસ્તુઓની ચોરીનો ચોંકાવનારો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે.
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા જેપી ચોકમાં એક પાનના ગલ્લાના તાળા તૂટ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પાન પાલરનું ધ્યાન રાખી રહેલા અને પાર્લરની સામે રહેતા શખ્સે આ અંગે માલિકને જાણ કરી. પાર્લરમાંથી સિગારેટ, તમાકુ સહિત CCTV, મોનિટર અને ડીવાઆરની પણ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ તમામ માલ સામાન સહિત લગભગ 1.5 લાખ રુપિયાની વસ્તુની ચોરી થઈ છે. એક તરફ લોકડાઉનના કારણે પાન-મસાલા અને સિગારેટના ભાવ આસમાનમાં પહોંચ્યા છે, ત્યારે કેટલાક સ્થળો પર રુપિયા આપવા છતાં વ્યસનની ઈચ્છા પૂરી ના થતા હવે લોકો પાનના ગલ્લા અને પાર્લરોના તાળા તોડી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે