અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ પર AMC એક્શનમાં, પાણીપુરીની લારીઓ કરાઈ બંધ
શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ ભીડવાળા વિસ્તારોમાં ખાણીપીણીની જગ્યાઓ પર દરોડા પડાવામાં આવ્યા છે
Trending Photos
અમદાવાદ: શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ ભીડવાળા વિસ્તારોમાં ખાણીપીણીની જગ્યાઓ પર દરોડા પડાવામાં આવ્યા છે. ત્યારે વાઇડ એન્ગલનું બર્ગર કિંગ બંધ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મણિનગરમાં વધારે ભીડવાળી પાણીપુરીની લારીઓ બંધ કરાવાઈ છે.
રાજ્યમાં કોરોના કેસ ઘટતા સરકાર દ્વારા બજારો તેમજ ખાણીપીણીના સ્ટોલ તેમજ ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. સરકાર દ્વાર આપવામાં આવેલી છૂટછટા તેમજ દિવાળીનો તહેવાર આવતા અમદાવાદના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરમાં ઠેર ઠેર પાણીપૂરીની લારીઓ તેમજ ફાસ્ટફૂડ સ્ટોલ પર ખાવા માટે લોકોના ટોળે ટોળા જોવા મળતા હતા. જેને લઇને અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં વધતા કોરોનાના સંક્રમણ પર અંકુશ લાવવા માટે અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ પુન: સક્રિય થયો છે.
શહેરના ભીડવાળા વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ તેમજ ફૂડ્સ સ્ટોલ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા દક્ષિણ ઝોનમાં આવતા વિવિધ વિસ્તારોમાં વધુ ભીડ ધરાવતા પાણી પુરીના ખુમચા બંધ કરાવવામાં આવ્યા તેમજ અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વાઇડ એન્ગલનું બર્ગર કિંગ બંધ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મણીનગર, ઇસનપુર, ઘોડાસર જેવા વિસ્તારમાં વધારે ભીડવાળી પાણીપુરીની લારીઓ બંધ કરાવાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે