અમદાવાદમાં બુટલેગરો બન્યા બેફામ! દારૂ ભરેલી ગાડીએ પોલીસને ટક્કર મારવાનો શું છે સમગ્ર મામલો?
ખેડાથી અમદાવાદ તરફ આવતી દેશી દારૂ ભરેલી ગાડીને રોકવા જતા પોલીસની પીસીઆર વાનને દારૂ ભરેલી કાર ટક્કર મારી હતી. કણભા પોલીસને માહિતી મળતા હાઇ-વે પરથી આવતી દેશી દારૂ ભરેલી કારને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં જાણે કે બુટલેગરો ફરી બેફામ બન્યા હોય તેઓ કિસ્સો સામે આવ્યો છે. ખેડાથી અમદાવાદ તરફ આવતી દેશી દારૂ ભરેલી ગાડીને રોકવા જતા પોલીસની પીસીઆર વાનને દારૂ ભરેલી કાર ટક્કર મારી હતી. કણભા પોલીસને માહિતી મળતા હાઇ-વે પરથી આવતી દેશી દારૂ ભરેલી કારને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ દારૂ ભરેલી કારે પોલીસની પીસીઆર વાનને ટક્કર મારતા કણભા પોલીસ મથકના એએસઆઈ બળદેવજી નીનામાનું મોત નીપજ્યું હતું તો અન્ય બે પોલીસકર્મી ઘાયલ થયા હતા.
સમગ્ર મામલે કણભા પોલીસ મથકમાં કાર ચાલક તેમજ કાર માલિક અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે. તમામ લોકો સામે હત્યાની કોશિશ સહિતની કલમોથી ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે મોડી રાત્રે બનેલા બનાવવામાં સારવાર દરમિયાન પોલીસકર્મીનું મોત થતા જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બુટલેગરોએ પીસીઆરને ટક્કર મારતા પીસીઆર વેન તેમજ કારને ભારે નુકસાન થયું હતું. પોલીસને બુટલેગરની કારમાંથી 14000 રૂપિયાની કિંમતનો દેશી દારૂ પણ મળી આવ્યો હતો.
જોકે સમગ્ર મામલામાં પોલીસકર્મીનું મોત થતા પોલીસમેડામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દેશી દારૂ ભરેલી કાર ખેડા તરફથી આવતી હતી અને અમદાવાદના રાણીપ સાબરમતિ અને ચાંદખેડા વિસ્તારમાં દેશી દારૂ પહોંચાડવાનો હતો. જોકે દારુ મંગાવનાર અને આપનાર લિસ્ટેડ ભૂપેન્દ્ર બુટલેગર હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
હાલ તો પોલીસ અલગ અલગ ટીમો બનાવી કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી. મૃતક asi ને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મૃતક પોલીસકર્મીનાં પરિવારને પણ જરૂરી સહાય પોલીસ સ્ટાફ તરફથી પૂરી પાડવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે