ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપે MLA કિરીટ પટેલ અને અરવિંદ પટેલને કાપ્યા, જાણો APMC ચૂંટણીનું આખરી ચિત્ર
ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથને સમાંતર જાળવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ઉંઝા APMCની ચૂંટણીમાં ધારાસભ્ય કીરીટ પટેલ અને અરવિંદ પટેલને કાપવામાં આવ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/મહેસાણા: ઊંઝા APMCની ચૂંટણીમાં બરાબરનો જંગ જામ્યો છે. ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના 3 જૂથો વચ્ચે ચુંટણી જંગ જામ્યો હતો. જેમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથ આમને સામને આવ્યા હતા. ઊંઝા APMCના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ખરીદ વેચાણ મંડળીમાં ફોર્મ ભર્યું હતું. બે ફોર્મ જ ભરાયા હતા અને સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચાતા દિનેશ પટેલ બિનહરીફ જાહેર થયાં છે. જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો વચ્ચે આગામી 16 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં 1152 મતદારો મતદાન કરશે. જેનું પરિણામ બીજા દિવસે 17મી ડિસેમ્બરે જાહેર થશે.
ઉંઝા ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેડ જાહેર
ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથને સમાંતર જાળવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ઉંઝા APMCની ચૂંટણીમાં ધારાસભ્ય કીરીટ પટેલ અને અરવિંદ પટેલને કાપવામાં આવ્યા છે. આ સાથે જ ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4 ને મેન્ડેડ અપાયો છે.
87 પૈકી 50 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી
નોંધનીય છે કે ઊંઝા APMCની ચૂંટણીમાં માન્ય 87 પૈકી 50 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જેમાં ખેડૂત વિભાગમાંથી 47, વેપારી વિભાગમાંથી 2 અને ખરીદ વેચાણ વિભાગમાંથી 1 ફોર્મ પરત ખેંચાયું હતું. હવે 14 બેઠકોની ચૂંટણીમાં 36 ઉમેદવારો મેદાનમાં છે. ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 તેમજ વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ઊંઝા APMCના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે ફોર્મ પરત ખેંચ્યું હતું.
ધારાસભ્ય કીરીટ પટેલ અને અરવિંદ પટેલ કપાયા
ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે.કે. પટેલના ભાજપના જ બે જૂથો ચૂંટણી લડતાં હોઇ બળવો થવાના ડરે ભાજપે મેન્ડેટ આપવાનું છેલ્લા ટાઈમ સુધી ટાળ્યું હતું અને સાંસદ અને જિલ્લા પ્રમુખે ચૂંટણી બિનહરીફ કરાવવા બંને જૂથના ઉમેદવારોને મનાવવા મથામણો કરી હતી. જોકે તેમાં સફળતા મળી ન હતી. છેવટે આજે ભાજપે મેન્ડેટ જાહેર કરતા ધારાસભ્ય કીરીટ પટેલ અને અરવિંદ પટેલને કાપવામાં આવ્યા છે.
ચૂંટણી પરિણામમાં વિજેતા બન્યા પછી ચેરમેનપદ માટે અપાશે મેન્ડેટ
આ તરફ ભાજપ સામે જ ભાજપનો જંગ નિશ્ચિત થતાં ખેડૂત અને વેપારી બંને વિભાગોમાં મતદારોને કેમ્પમાં લઇ જવાની તૈયારીઓ કરી દેવાઇ હતી. જોકે, હવે ચૂંટણી પરિણામમાં વિજેતા બન્યા પછી ચેરમેનપદ માટે પાર્ટી લેવલથી મેન્ડેટ અપાઇ શકે છે.
APMC ચૂંટણીનું ચિત્ર
વિભાગ બેઠકો ઉમેદવારો મતદારો
ખેડૂત 10 20 318
વેપારી 04 16 834
કુલ 14 36 1152
ઊંઝા APMCની યોજાશે ચૂંટણી
ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ચુંટણી મામલે ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે ખેડૂત મંડળીના તમામ 20 ઉમેદવાર ભાજપના જ છે. પક્ષ જે પ્રમાણે નિર્ણય લેશે તે પ્રમાણે આગળ વધીશું. પક્ષ જેને મેન્ડેટ આપશે તેને જીતાડવા અમે પ્રયત્ન કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે