રૂપાલાના પ્રચારમાં નવા ગ્રૂપની એન્ટ્રી! ક્યાંક કાચું ન કપાય તે માટે ભાજપે કર્યા મોટા ફેરફાર

Parsottam Rupala : ક્ષત્રિયોના વધી રહેલા વિવાદ વચ્ચે ભાજપ મોવડી મંડળે રૂપાલાની પ્રચાર ટીમમાં કર્યો મોટો ફેરફાર, હવે ટીમ રૂપાલા માટે રાજકોટમાં પ્રચાર કરશે 

રૂપાલાના પ્રચારમાં નવા ગ્રૂપની એન્ટ્રી! ક્યાંક કાચું ન કપાય તે માટે ભાજપે કર્યા મોટા ફેરફાર

Loksabha Election 2024 : ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો પ્રચાર ચાલી રહ્યો છે. આજે પણ રૂપાલાએ પાટીદાર સમાજ વચ્ચે પ્રચાર કર્યો. ત્યારે હવે પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટીપ્પણીનો મામલે હાઈકમાન્ડે મોટા ફેરફાર કર્યા છે. રૂપાલાની પ્રચાર ટીમમાં ટોપ લેવલના ફેરફાર કરાયા. જેમા મોટાગજાના નેતાઓને બાયપાસ કરાયા છે. 

હાલ ન માત્ર રાજકોટમાં, પરંતુ ક્ષત્રિયોના વિરોધની આગ હવે અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ છે. ભાજપ ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ કરી રહી છે. આ ડેમેજ કન્ટ્રોલમાં મોટો નિર્ણય લેવાયો છે. હાલમા જ દિલ્હીથી પરત ફર્યા બાદ રૂપાલાની પ્રચાર ટીમમાં બદલાવ કરાયો છે. રૂપાલાના રથના સારથી અને કોર ટીમમાં વ્યાપક બદલાવ કરાયો છે. 

અત્યાર સુધી આ બેઠક માટે જેના હાથમાં સુકાન હતું, તેવા મોટાગજાના એક નેતાને પ્રચારની ભૂમિકામાં બહાર ધકેલાયા છે. એવી ચર્ચા છે કે, રાજકોટમાં ટિકિટની ઈચ્છા ધરાવતા એક મજબૂત દાવેદારને ભાજપે ટિકિટ ન આપી, અને રૂપાલાને ચાન્સ મળ્યો. આવામાં રૂપાલાની એક ટિપ્પણી રાજકીય મુદ્દો બની ગયો. આવામાં આ નેતાને લોકસભાની ચૂંટણીમાં રૂપાલાના પ્રચારમાંથી દૂર કરાયા છે. તો બીજી તરફ નવી ટીમ બનાવીને પ્રચારમાં કામે લાગી ગઈ છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 7, 2024

 

રૂપાલાના પ્રચારમાં રૂપાણીની એન્ટ્રી 
રૂપાલાની ટીમમાં હવે રૂપાણી જૂથને એન્ટ્રી મળી છે.  રૂપાલાનાં વિવાદને ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકના નેતા ન આવતા.જે બાબત મોવડી મંડળના ધ્યાને આવતા નિર્ણય લેવાયો હતો. રૂપાલા સાથે સોમવારથી નવા ચહેરાઓ જોવા મળશે. ગત રોજ રાજકોટમાં પરશોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી પ્રચાર દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જોવા મળ્યા હતા. સ્કૂટર પર તેમની જોડી જય-વીરુની જોડી જેવી બની રહી હતી. 

કરણી સેના કમલમને ઘેરશે
રૂપાલાને રાજકોટની બેઠક પરથી હટાવવા હવે ક્ષત્રિયો માટે વટનો સવાલ બની ગયો છે. વિવાદમાં આગ હવે ગુજરાતના ગામેગામ પહોંચી છે. ત્યારે હવે આ આગ ભાજપ કાર્યાલય કમલમ સુધી પહોંચવાની છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કમલમના ઘેરાવની ચીમકી આપી છે. રાજ શેખાવતે 9 એપ્રિલે ગાંધીનગરમાં કમલમને ઘેરવાની ચીમકી આપી છે. કરણી સેના ક્ષત્રિયો કેસરિયા ઝંડા સાથે કમલમનો ઘેરાવ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news