Cyclone Biparjoy: અમદાવાદમાં બિપોરજોયની અસર! અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, વાતાવરણ ઠંડુગાર
Cyclone Biparjoy: અમદાવાદમાં બિપોરજોય વાવાઝોડાને પગલે શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ જવા પામ્યો હતો. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ છે, ત્યારે પ્રહલાદ નગર, સેટેલાઈટ, બોપલ, ઘુમા, એસજી હાઈ-વે સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.
Trending Photos
Cyclone Biparjoy: બિપોરજોય વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વર્તાવવાનું શરૂ કર્યું છે. દરિયા કાંઠા વિસ્તારોમાં સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. કાંઠા વિસ્તારોમાં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, ત્યારે બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. બુધવારે સમીસાંજે એકાએક ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. મીની વાવાઝોડા સાથે વરસાદ વરસવાનું શરૂ થતા લોકોએ અસહ્ય ગરમીથી રાહત મેળવી હતી.
અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ
અમદાવાદમાં બિપોરજોય વાવાઝોડાને પગલે શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ જવા પામ્યો હતો. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ છે, ત્યારે પ્રહલાદ નગર, સેટેલાઈટ, બોપલ, ઘુમા, એસજી હાઈ-વે સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આ સિવાય લોકોની અવર જવરથી ધમધમતા બોડકદેવ તેમજ માનસી સર્કલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં ક્યા ક્યા વરસાદ પડશે
આગામી 13થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે છે. 13થી 16 જૂન દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝાડાની અસર થશે. મધ્ય ગુજરાતના આ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, આ તારીખોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે