વાલીઓ માટે સૌથી મોટા ખુશખબર, વડોદરામાં ભાજપ દ્વારા RTEને લઈ મોટી જાહેરાત કરાઈ

RTE હેઠળ સ્કૂલમાં એડમીશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ભાજપે હવે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે. 7069156156 નંબર પર *RTE* ટાઈપ કરીને મોકલશે તેને RTE યોજનાની સંપૂર્ણ માહિતી મળી જશે.

વાલીઓ માટે સૌથી મોટા ખુશખબર, વડોદરામાં ભાજપ દ્વારા RTEને લઈ મોટી જાહેરાત કરાઈ

ઝી બ્યુરો/વડોદરા: રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવાર પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં ભણાવી શકે છે. તે માટે RTE એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં ભાજપ દ્વારા RTEને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે આ મોટી જાહેરાત કરી છે. વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લની હાજરીમાં  RTEને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે.

RTE હેઠળ સ્કૂલમાં એડમીશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ભાજપે હવે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે. 7069156156 નંબર પર *RTE* ટાઈપ કરીને મોકલશે તેને RTE યોજનાની સંપૂર્ણ માહિતી મળી જશે. જરૂરિયાતમંદ લોકોના વિદ્યાર્થી ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે RTEમાં જરૂરી માહિતી આપતી મોબાઈલ સેવા નંબર ભાજપે શરૂ કરી છે.

રાજ્યમાં પહેલીવાર યોગ્ય વિદ્યાર્થીઓને RTE હેઠળ સ્કૂલમાં પ્રવેશ મળે તે માટે ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. RTE હેઠળ પ્રવેશ મેળવવા જરૂરી 18 જાતના સર્ટિફિકેટ કઢાવવા માટે પણ વડોદરા ભાજપ મદદ કરશે. 

આ સંદર્ભે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, RTEમાં બોગસ દસ્તાવેજો આપનાર સામે સરકાર કડક કાર્યવાહી કરશે. RTE હેઠળ સ્કૂલમાં બોગસ રીતે પ્રવેશ મેળવનારનું એડમિશન ત્વરિત રદ કરાશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news