BIG BREAKING: ગુજરાતમાં સરકારી ભરતી મામલે મોટા સમાચાર, 30 હજાર સરકારી શિક્ષકોની પડશે જાહેરાત

સમાચાર એ છે કે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર 30 હજાર જેટલા શિક્ષકોની ભરતી કરશે. જી હા... ZEE 24 કલાક પર શિક્ષકોની ભરતીના EXCLUSIVE સમાચાર મળી રહ્યા છે.

BIG BREAKING: ગુજરાતમાં સરકારી ભરતી મામલે મોટા સમાચાર, 30 હજાર સરકારી શિક્ષકોની પડશે જાહેરાત

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતની સર્વાધિક લોકપ્રિય ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકને એક મોટા સમાચાર મળી રહ્યા છે. સમાચાર એ છે કે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર 30 હજાર જેટલા શિક્ષકોની ભરતી કરશે. જી હા... ZEE 24 કલાક પર શિક્ષકોની ભરતીના EXCLUSIVE સમાચાર મળી રહ્યા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 6, 2023

રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં 25 હજાર જેટલા જ્ઞાન સહાયકોની ભરતી કરશે અને 5 હજાર જેટલા ખેલ સહાયકોની ભરતી કરવા જઈ રહી છે. ZEE 24 કલાકની શિક્ષા કૉન્કલેવમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે આ એક્સક્લુઝીવ જાણકારી ઝી 24 કલાકને આપી છે. તો શિક્ષકોની ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે ઝી 24 કલાક પર આ મોટા સમાચાર છે.

ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર જ્ઞાન સહાયક, ખેલ સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી કરવા જઈ રહી છે. ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથેની એક્સક્લુઝીવ મુલાકાતમાં શિક્ષણમંત્રીએ આ જાણકારી આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news