ગુજરાત STમાં મુસાફરી કરતાં પહેલા વાંચો; જાણો કયા રસ્તા છે બંધ? કયા રૂટ પર ST બસ નહીં જાય?
રાજ્યમાં 1037 રૂટ પર બસ સેવાને અસર થઈ છે. 1037 રૂટ પર ST બસની 4058 ટ્રીપ બંધ કરાઈ હતી. હાલમાં 29 રૂટ પરની 68 ટ્રીપ શરૂ કરાઈ છે. હજુ પણ 1008 રૂટ પરની 3990 ટ્રીપ બંધ રાખવામાં આવી છે.
Trending Photos
Gujarat ST Bus:રાજ્ય વરસી રહેલા વરસાદને લીધે ST બસ પર અસર પડી રહી છે. ગુજરાતમાં વરસાદને કારણે ST બસ સેવાને મોટી અસર પહોંચી છે. રાજ્યમાં 1037 રૂટ પર બસ સેવાને અસર થઈ છે. 1037 રૂટ પર ST બસની 4058 ટ્રીપ બંધ કરાઈ હતી. હાલમાં 29 રૂટ પરની 68 ટ્રીપ શરૂ કરાઈ છે. હજુ પણ 1008 રૂટ પરની 3990 ટ્રીપ બંધ રાખવામાં આવી છે. વડોદરા અને પાદરામાં બસ સેવા સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે. નડિયાદ, ખેડામાં પણ ST બસ સેવા ખોરવાઈ છે.
સુરતમાં વરસાદને લીધે ST બસ પર અસર
સુરતથી ઉપડતી 70 બસો રદ કરાઈ છે. સોમનાથ, પોરબંદર, જુનાગઢ, ગોદરા, દ્વારકા, ઝાલોદ, દાહોદ રૂટની બસો રદ કરાઈ છે. આ રૂટ પર રોજ 70 વધું બસો ઉપડથી હોય છે.બસો રદ કરાતા સુરતમાં 1 હજારથી મુસાફરો અટવાયા છે. સાથે જ અન્ય બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
સુરતથી ઉપડતી 70 બસો રદ કરાઈ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યા છે. સાથે ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને લઈને ડેમમાંથી સતત તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે.
1 હજારથી વધુ મુસાફરો અટવાયા
ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ જતા સુરતથી આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં જતી 70 જેટલી એસટી બસ કેન્સલ કરવામાં આવી છે. એસ.ટી.નિયામકએ જણાવ્યું હતું કે સુરત એસ.ટી. ડેપો થી રાજ્યના સોમનાથ, પોરબંદર, જુનાગઢ, ગોદરા, દ્વારકા, ઝાલોદ, દાહોદ રૂટની બસો રદ કરવા આવી છે. બસો રદ કરાતા સૂરતમાં 1 હજારથી મુસાફરો અટવાયા છે. સાથે જ અન્ય બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
મહત્વની વાતએ કે વરસાદના પગલે રેલ્વે માર્ગ પર અસર થતા બરોડા તરફ જતી અને ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલ્વે બાદ એસ.ટી બસ પર અસર જોવા મળતા મુસાફરો હાલાકી વેઠવી પડી રહી છે. સુરતથી રોજના સોમનાથ, પોરબંદર, જુનાગઢ, ગોદરા, દ્વારકા, ઝાલોદ, દાહોદ રૂટ હજારો લોકો મુસાફરી કરે છે.હાલ આ રૂટ પર 70 જેટલી એસટી બસ કેન્સલ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે