સુરતના મિશ્રા પરિવારે ભાઈબીજના દિવસે બે દીકરા ગુમાવ્યા, તાપી નદીમાં ડૂબવાથી મોત

ભાઈબીજના દિવસે જ બે પિતરાઈ ભાઈઓનો ભોગ લેવાયો છે. બારડોલીના વાઘેચા પાસે વહેલી તાપી નદીમાં ડૂબી જવાથી બે પિતરાઈ ભાઈઓના મોત નિપજ્યા છે. ભાઈબીજના દિવસે જ બનેલી ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો. આ ઘટનામાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ બીજા યુવકનો મૃતદેહ હજી સુધી નથી મળ્યો.
સુરતના મિશ્રા પરિવારે ભાઈબીજના દિવસે બે દીકરા ગુમાવ્યા, તાપી નદીમાં ડૂબવાથી મોત

કિરણસિંહ ગોહિલ/બારડોલી :ભાઈબીજના દિવસે જ બે પિતરાઈ ભાઈઓનો ભોગ લેવાયો છે. બારડોલીના વાઘેચા પાસે વહેલી તાપી નદીમાં ડૂબી જવાથી બે પિતરાઈ ભાઈઓના મોત નિપજ્યા છે. ભાઈબીજના દિવસે જ બનેલી ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો. આ ઘટનામાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ બીજા યુવકનો મૃતદેહ હજી સુધી નથી મળ્યો.

દર્શન પહેલા પિતરાઈ ભાઈઓ નદીમાં ન્હાવા ગયા હતા
ભાઈબીજના દિવસે બપોરે આ ઘટના બની હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા મિશ્રા પરિવારના 6 પિતરાઈ ભાઈઓ વાઘેચા ગામે તાપી નદીના કિનારે નાહવા આવ્યા હતા. આ નદી કિનારે એક ઐતિહાસિક મંદિર પણ છે, જેના દર્શન માટે તેઓ આવ્યા હતા. મંદિરમાં દર્શન કરતા પહેલા તેઓ નાહવા નદીમાં પડ્યા હતા. જેમાં વિકાસ મિશ્રા અને સુનિલ મિશ્રાનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ છે. 

મિશ્રા પરિવારે બે દીકરા ગુમાવ્યા 
સુનિલના પિતા અમરનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં પાંચ દીકરા છે. સુનિલ ચોથા નંબરનો દીકરો હતો. મૂળ યુપીના રહેવાસી છે. જ્યારે વિકાસને ત્રણ ભાઈઓ છે.ભાઈ-બીજના તહેવારની માર્કેટમાં રજા હોવાથી ફરવા જવાનું કહી વાઘેચા મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. જ્યાંથી નદીમાં નહાવા પડતા દુર્ઘટના બની હતી. સુનિલનો મૃતદેહ મળ્યો નથી. આજે ફરી ફાયરના જવાનો પાણીમાં શોધખોળ કરશે.

મોતનો કુવો છે વાઘેચા ગામની તાપી નદી 
બારડોલી તાલુકાના વાઘેચા ગામે તાપી નદીના કિનારે ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિરે મોટી સંખ્યામાં સુરત શહેર સહિત આજુબાજુ વિસ્તારમાંથી ભક્તો આવતા હોય છે. પરંતુ ભગવાનના દર્શન કરતા પહેલા લોકો તાપી નદીમાં નાહવા જાય છે અને ત્યારે અનેક દુર્ઘટનાઓ બનતી હોય છે. લોકો નદીના ઊંડા પાણીમાં ડૂબી જાય છે. મંદિર સંચાલકો દ્વારા સાઈન બોર્ડ મારવા છતાં લોકો ચેતવણીની અવગણના કરી નાહવા પડે છે અને તાપી નદીના પાણીમાં ડૂબી જાય છે. અત્યાર સુધીમાં અસંખ્ય લોકો ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. ત્યારે આજે બે યુવાનોના ડૂબી જવાની ઘટના બની છે. ત્યારે કેમ આ ઘટના અટકતી નથી. કેમ લોકો અવગણના કરે છે અને જિંદગી દાવ પર લગાવે છે. દર્શન પહેલા સાવધાની નહિ તો સીધા ભગવાનના ધામમાં પહોંચી જશો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news