ઠગબાજોએ હવે હદ કરી! ભાજપ પ્રદેશ અધ્યક્ષ C.R પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ: આ રીતે થયો મોટો ખુલાસો

ઠગબાજે નવસારી ખાતે શીતલ સોનીના ઘરે પાર્સલ મોકલી રૂપિયા 1500 ચૂકવી પાર્સલ છોડાવવા જણાવાયું હતું. પ્રદેશ મંત્રી શીતલ સોનીએ સીધો જ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો સંપર્ક કરતા ખુલાસો થયો હતો.

ઠગબાજોએ હવે હદ કરી! ભાજપ પ્રદેશ અધ્યક્ષ C.R પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ: આ રીતે થયો મોટો ખુલાસો

ઝી બ્યુરો/નવસારી: રાજ્યમાં છાશવારે અનેક મોટા કૌભાંડોમાં લાખો કરોડો રૂપિયા ગુમાવતા હોય છે, તેમ છતાં લોભિયા લોકો તેમાંથી બોધપાઠ મેળવતા નથી, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નામે પ્રદેશ મંત્રી શીતલ સોનીને એક પાર્સલ મોકલવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષના નામે પ્રદેશ મંત્રીને જ ચૂનો ચોપડવાનો પ્રયાસ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

અજાણ્યા ઠગબાજે નવસારી ખાતે મંત્રી શીતલ સોનીના ઘરે પાર્સલ મોકલ્યું છે. જે પ્રદેશ મંત્રી શીતલ સોનીને રૂપિયા 1500 ચૂકવી પાર્સલ છોડાવવા જણાવાયું હતું. પ્રદેશ મંત્રી શીતલ સોનીએ સીધો જ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો સંપર્ક કરતા મોટો ખુલાસો થયો હતો. મંત્રી શીતલ સોનીએ ફેસબૂક પર પોસ્ટ કરી ભાજપ કાર્યકરોને સતર્ક રહેવા જણાવ્યું હતું.

No description available.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નામે પ્રદેશ મંત્રી શીતલ સોનીને ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ પાટીલના નામે અજાણ્યા ઠગબાજે એક પાર્સલ મોકલ્યું હતું. એટલું જ નહીં, અજાણ્યા ઠગબાજે નવસારી ખાતે મંત્રી શીતલ સોનીના ઘરે પાર્સલ  મોકલીને રૂપિયા 1500 ચૂકવી પાર્સલ છોડાવવા જણાવાયું હતું. ત્યારબાદ પ્રદેશ મંત્રી શીતલ સોનીને શંકા જતા તેમણે સીધો જ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો, જ્યાં તેમને આવું કોઈ પાર્સન ન મોકલ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી પ્રદેશ મંત્રી શીતલ સોનીએ ફેસબુક પર પોસ્ટ કરી સતર્ક રહેવા ભાજપ કાર્યકરોને જણાવ્યું હતું.

BJP Message અગત્યની સૂચના/જાહેરાત
ભારતીય જનતા પાર્ટી - ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અથવા તેમના કાર્યાલય દ્વારા કોઈ પણ પદાધિકારી કે કાર્યકર્તાને કોઈ પણ પ્રકારનું પાર્સલ મોકલવામાં આવ્યું નથી. જેથી તમામ કાર્યકર્તાને જણાવવાનું કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નામે આવેલ Cash on Delivery પાર્સલ સ્વીકારવું નહીં. એટલે કે પાર્સલની ડિલિવરી સમયે પૈસા માંગે એવા કોઈ પણ પાર્સલ લેવા નહિ અને પરત મોકલવું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news