રાજકોટ ગ્રામ્યમાંથી ઝડપાયું 214 કરોડનું 31 કિલો હેરોઈન, લોરેન્સ બિસ્નોઈ સાથે જોડાયું મોટું કનેક્શન
રાજકોટના પડધરીમાંથી ઝડપાયું 214 કરોડ રૂપિયાનું 31 કિલો હેરોઈન, પાકિસ્તાનથી રાજકોટ લવાયેલું ડ્રગ્સ દિલ્લીમાં થવાનું હતું સપ્લાય, લોરેન્સ બિસ્નોઈ સાથે જોડાયું ડ્રગ્સનું કનેક્શન
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના પડધરીમાંથી 214 કરોડ રૂપિયાનું 31 કિલો હેરોઈન ઝડપાયું છે. પાકિસ્તાનથી રાજકોટ લવાયેલું ડ્રગ્સ દિલ્લીમાં સપ્લાય થવાનું હતું, ત્યાં જ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ATSએ મોટી કાર્યાવાહી સામે આવી છે. આ કેસમાં લોરેન્સ બિસ્નોઈ સાથે ડ્રગ્સનું કનેક્શન જોડાયું છે.
ATS દ્વારા મોટું ઓપરેશન પાર પડાયું
રાજકોટ જિલ્લામાં ATS દ્વારા મોટું ઓપરેશન પાર પડાયું છે. જેમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં 214 કરોડના 31 કિલો ડ્રગ્સ સાથે એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. ગુજરાત ATS એ હાલ 214 કરોડની કિંમતનું હેરોઇન ડ્રગ્સ કબજે કર્યું છે. પરંતુ રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ ઉંઘતી ઝડપાઇ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાત ATS એ અંદાજીત 31 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે.
નાઈજીરિયન શખ્સની ધરપકડ
રાજકોટ-જામનગર હાઈ વે પર પડધરી ગામ નજીક ગઈકાલે રાતથી ગુજરાત ATSએ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક આરોપી ઝડપાયો છે, આ વ્યક્તિ જ દિલ્હી ડ્રગ્સ પહોંચાડવાનો હતો. પરંતુ 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ પાકિસ્તાનથી રાજકોટ આવ્યું હતું. આ ઘટનામાં એક નાઈજીરિયન શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ ઇકવું નાઈફ મર્સી છે. જેને દિલ્હીથી ધરપકડ કરી રાજકોટ લઈ આવવામાં આવ્યો હતો, જથ્થો રાજકોટ રાખ્યો હતો. ATSએ નાઈઝિરિયન શખ્સને કોર્ટમાં રજૂ કર્યો છે. રાજકોટની કોમર્શિયલ કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
લોરેન્સ બિસ્નોઈ સાથે જોડાયું ડ્રગ્સનું કનેક્શન
બીજી બાજુ, 214 કરોડની કિંમતનું 31 કિલો ડ્રગ્સના તાર લોરેન્સ બિસ્નોઈ સાથે જોડાયા છે. લોરંસ બિશ્નોઈની પૂછપરછમાં આ ખુલાસો થયો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, 214 કરોડના 31 કિલો ડ્રગ્સ અનવર નામમાં શખ્સે પાકિસ્તાનથી મોકલ્યું હતું અને જાફરી નામના શખ્સે રિસીવ કર્યું હતું. જેણે બબલુ નામનો શખ્સ દિલ્હી પહોંચાડવાનો હતો. પોલીસે હાલ 30 કિલો 600 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે