Gujarat Elections 2022: ગુજરાત AAPમાં CMનો ચહેરો કોણ હશે? આજે બપોરે પડદો ઉઠશે! જાણો કોનું નામ છે ચર્ચામાં...

Gujarat AAP Election Candidate:  આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદમાં આવશે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આજે અમદાવાદમાં આવશે.

Gujarat Elections 2022: ગુજરાત AAPમાં CMનો ચહેરો કોણ હશે? આજે બપોરે પડદો ઉઠશે! જાણો કોનું નામ છે ચર્ચામાં...

Gujarat Assembly Election 2022, AAP Candidates: (ગૌરવ પટેલ): ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે બુલેટ ગતિએ બેઠકો કરી રહ્યા છે. બીજી બાજુ ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે, એટલે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી છે. પરંતુ કોંગ્રેસ અને AAP માટે મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે નક્કી કરવા લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પરંતુ તેમ છતાં આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના CM પદનો ચહેરો કોણ હશે તે જાહેર કરશે. અમદાવાદમાં આજે બપોરે અરવિંદ કેજરીવાલ જાહેરાત કરશે. 

તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદમાં આવશે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આજે અમદાવાદમાં આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે બપોરે 12.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ આજે બપોરે 2:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચેહરાની ઘોષણા કરશે. 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ શુક્રવારે ગુજરાતની જનતાનો મિજાજના આધારે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે. 29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.

AAPમાં કોણ બની શકે છે CM?
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ અરવિંદ કેજરીવાલે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાના અભિપ્રાય આપવા માટે જણાવ્યું હતું. સૂત્રોના મતે, AAPcex મુખ્યમંત્રી પદની રેસમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. કેજરીવાલ શુક્રવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news