રાજ્યમાં શું ફરી સ્કૂલ ફીમાં રાહત મળશે? 25 ટકા ફી પરત કરવા ગુજરાત વાલી મંડળ હાઇકોર્ટના શરણે

કોરોના મહામારીમાં ધોરણ 1 થી 8 ના વર્ગો 3 જ મહિના ચાલ્યા હોવાથી તેમ જ સંપૂર્ણ કોર્ષ પણ પૂરો ના થઈ શક્યો હોવાથી 25 ટકા ફી માફીની માંગ વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં શું ફરી સ્કૂલ ફીમાં રાહત મળશે? 25 ટકા ફી પરત કરવા ગુજરાત વાલી મંડળ હાઇકોર્ટના શરણે

અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર સ્કૂલ ફી મુદ્દે વાલી મંડળ ગુજરાત હાઇકોર્ટના શરણે પહોંચ્યું છે. વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરાઈ છે. ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓની 25 ટકા ફી પરત કરવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે કોરોના મહામારીમાં ધોરણ 1 થી 8 ના વર્ગો 3 જ મહિના ચાલ્યા હોવાથી તેમ જ સંપૂર્ણ કોર્ષ પણ પૂરો ના થઈ શક્યો હોવાથી 25 ટકા ફી માફીની માંગ વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે. નરેશ શાહે જણાવ્યું હતું કે, સંપૂર્ણ વર્ષ દરમિયાન શિક્ષણ ઑફલાઈન ના થઈ શક્યું તેમજ કોર્ષ પણ પૂરો ના થવાને કારણે રાજ્ય સરકારે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ગુજરાત સરકારે કોરોનાની સ્થિતિને જોતા માસ પ્રમોશન જાહેર કર્યું છે, એવામાં શૈક્ષણિક વર્ષ 2020 -21માં 25 ટકા ફી માફી માટે પણ વાલીઓ હકદાર છે.

નરેશ શાહે વધુમાં ઉમેર્યું હતું કે, જો શૈક્ષણિક સત્ર પૂરું થયું હોત અને જો માસ પ્રમોશન અપાતું હોય તો ફીમાં પણ વાલીઓને રાહત મળવી જોઈએ. 

નરેશ શાહે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં સરકારે 25 ટકા ફી માફી આપી હતી અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શૈક્ષણિક વર્ષ 2021 - 22 માં પણ 25 ટકા ફી માફીની મૌખિક જાહેરાત કરી હતી, પરંતુ તેનો લાભ વાલીઓને મળ્યો નહીં. અંતે હવે માસ પ્રમોશન અપાયું છે તો સરકારે વાલીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ. 

વાલી મંડળ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી અરજી મામલે સુનાવણી આગામી દિવસમાં હાથ ધરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news