બી.જે મેડીકલની પીજી હોસ્ટેલમાં ‘દારૂની મહેફિલ’, કેવી રીતે થયો ખુલાસો જાણો

બી.જે. મેડીકલ (B J Medical College)ની પીજી હોસ્ટેલ (PG Hostel)ના 20 જેટલા વિદ્યાર્થી ડેન્ગ્યુ (Dengue)માં સપડાયા છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જેને લઇને સફાઇને લઇને રિયાલીટી ચેક કરવા ગયેલી ઝી 24 કલાક (Zee24Kalak)ની અમારી ટીમ બી.જે. મેડિકલ કોલેજના પીજી હોસ્ટેલ પર પહોંચી હતી

બી.જે મેડીકલની પીજી હોસ્ટેલમાં ‘દારૂની મહેફિલ’, કેવી રીતે થયો ખુલાસો જાણો

અમદાવાદ: અમદાવાદની જાણીતી બી. જે. મેડીકલ કોલેજ (B J Medical College)ના PG હોસ્ટેલ (PG Hostel)ના ધાબા પરથી અનેક વિદેશી દારૂ (Alcohol)ની બોટલો વેરવિખેર મળી આવી હતી. જેને લઇને રેસીડેન્ટ ડોક્ટર (Doctor) રહેતા હોય અને તેમના જ ધાબા પર ખુલ્લેઆમ દારૂની અનેક ખાલી બોટલ મળતા અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ત્યારે આ ઘટનાને પગલે કહી શકાય છે કે, પીજી હોસ્ટેલ (PG Hostel)માં અનેક કબીર સિંગ (Kabir Singh)રહેતા હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે તંત્ર પણ દોડતું થયું છે.

આ રીતે થયો બી.જે મેડીકલની હોસ્ટેલમાં ‘દારૂની મહેફિલ’નો ખુલાસો
બી.જે. મેડીકલ (B J Medical College)ની પીજી હોસ્ટેલ (PG Hostel)ના 20 જેટલા વિદ્યાર્થી ડેન્ગ્યુ (Dengue)માં સપડાયા છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જેને લઇને સફાઇને લઇને રિયાલીટી ચેક કરવા ગયેલી ઝી 24 કલાક (Zee24Kalak)ની અમારી ટીમ બી.જે. મેડિકલ કોલેજના પીજી હોસ્ટેલ પર પહોંચી હતી. જ્યાં તેમને હોસ્ટેલની અંદરની બાજુએ ગંદકીના ઢગલા જોવા મળ્યા હતો. તો બજી તરફ હોસ્ટેલની દિવાલો પર પાનની પિચકારીઓ મારેલી જોવા મળી હતી.

જ્યારે આ પીજી હોસ્ટેલ (PG Hostel)માં રહેતા રેસીડેન્ટ ડોક્ટરો (Resident Doctors) ખાવાની સામગ્રી પાતાના રૂમની બહાર ફેંકી દે છે. ત્યારે સફાઇને લઇને ઝી 24 કલાકની અમારી ટીમ પીજી હોસ્ટેલના ધાબા પર પહોંચી હતી. જ્યાં તેમને 50થી વધુ વિદેશી દારૂ (Foreign Liquor)ની બોટલો મળી આવી હતી. જે જોતા એવું લાગી રહ્યું છે કે, આ હોસ્ટેલમાં અનેક કબીર સિંગ રહે છે અને અહીં મોટા પ્રામાણમાં દારૂની પાર્ટીઓ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મચ્છર કરડવાને કારણે છેલ્લા એક મહિનામાં બી. જે. મેડીકલ કોલેજ (B J Medical College)ના PG હોસ્ટેલ (PG Hostel)ના 30થી વધુ ડોક્ટરો ડેન્ગ્યુના શિકાર બન્યા છે. ત્યારે બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલમાં 500 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. જેના લગભગ 10 ટકા રેસિડેન્ટ ડોક્ટરો ડેન્ગ્યુના શિકાર બન્યા છે. મચ્છરોના ત્રાસને લઈ અનેકવાર વિદ્યાર્થીઓની ફરિયાદ કરવા છતાં તંત્ર તરફથી હોસ્ટેલમાં ફોગીંગ કરાયું નથી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news