અજબ પ્રેમ કી ગજબ કહાની! એકસાથે મરવાનું પ્રણ લીધું, પ્રેમિકા ત્રીજા માળેથી કૂદી ગઈ, પણ પ્રેમી ભાગી ગયો

Love Story : પુસ્તકો વાંચવાની ઉંમરે એક સગીરા પ્રેમમાં પડી, અને પ્રેમીની વાતમાં આવીને જીવ આપવા નીકળી હતી, પરંતું પ્રેમીએ એવો ધોકો આપ્યો કે તે મોતના મુખમાંથી પાછી આવી... ચોંકાવનારો છે સુરતનો આ કિસ્સો  
 

અજબ પ્રેમ કી ગજબ કહાની! એકસાથે મરવાનું પ્રણ લીધું, પ્રેમિકા ત્રીજા માળેથી કૂદી ગઈ, પણ પ્રેમી ભાગી ગયો

Surat News સુરત : આજકાલ એવા કિસ્સા બની રહ્યાં છે જેનાથી લોકોમાં પ્રેમનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. સુરતથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને વાંચીને તમે પણ હચમચી જશો. આપઘાત કરવાના ઈરાદે એક પ્રેમી યુગલ ત્રીજા માળે પહોંચ્યું હતું. પરંતું પ્રેમિકાએ નીચે કૂદીને મોતની છલાંગ લગાવી, પરંતું પ્રેમી નાસી છૂટ્યો હતો. પ્રેમિકા સગીર હોવાનું અને તેને દોઢ માસનું ગર્ભ હોવાનું સોનોગ્રાફી રિપોર્ટમાં બહાર આવ્યુ છે. ત્યારે પોલીસે પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, સુરત વરાછા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરુણી મીલમાં સાડીના ખાતામાં કામ કરે છે. તો મૂળ ગીર સોમનાથનો વતની સોહમ ગોહીલ પણ સાડીના ખાતામાં કામ કરે છે. બંને એક જ વતનના રહેવાસી છે અને સુરતમાં કામ રે છે. બંને વચ્ચે મિત્રતા બની હતી, અને ઈન્સ્ટાગ્રામ થકી તેમના વચ્ચે મિત્રતા વધી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 

સોહમે સગીરાને લગ્નની લાલચ આપી હતી. જેથી પ્રેમી સોહમના વાતમાં આવીને સગીરાએ સોહમ સાથે અવારનવાર સંબંધો બાંધ્યા હતા. પરંતું ત્રણ મહિના પહેલા સોહમની અન્ય યુવતી સાથે સગાઈ થઈ જતા તરુણી ભાંગી પડી હતી. આ વચ્ચે શુક્રવારના રોજ સોહમ સગીરાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. તેણે સગીરાને ફરીથી પોતાના વાતમાં ફસાવી હતી. જેથી સગીરા પણ તેની વાતમાં આવી ગઈ હતી. 

સોહમે સગીરાને જણાવ્યું કે, તેમના લગ્ન નહી થઈ શકે એમ નથી, જેથી બંને આપગાત કરી લે. આમ, સગીરાએ તેની વાત માનની બંને જણા ઘરના ત્રીજા માળે ગયા હતા. બંને હાથ પકડીને નીચે કૂદી રહ્યા હતા ત્યારે સગીરા તો નીચે કૂદી પડી, પરંતું સોહમ તેનો હાથ છોડાવીને ત્યાંથી ભાગી ગયો હતો.

આમ, ઈજાગ્રસ્ત પ્રેમિકાને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સગીરાને દોઢ માસનો ગર્ભ હોવાનું સોનોગ્રાફીમાં બહાર આવ્યું છે. તેમજ તે નીચે પટકાતા મોઢાના ભાગ તથા કમરથી પગના ભાગે ઈજાગ્રસ્ત થઈ છે. 

સગીરા પ્રેગનેન્ટ હોવાની વાત જાણતા જ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તો બીજી તરફ, પ્રેમી પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયો છે. તેથી સુરત પોલીસે પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ પ્રેમીની શોધખોળ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news