અમદાવાદની ખાનગી હોસ્પિટલોનું વધુ એક કૌભાંડ, સરકારના રેમડેસિવીર વાપરીને રૂપિયા આપવા ઠેંગો બતાવ્યો

લોકો પાસેથી સારવારના નામે કરોડો વસૂલીને મનમાની કરતી ખાનગી હોસ્પિટલોનું વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. કોરોનાની બે લહેરમાં સારવાર દરમિયાન દર્દીઓ પાસેથી રૂપિયા લઇ ખાનગી હોસ્પિટલોએ AMC ને હજી સુધી રૂપિયા ચૂકવ્યા ન હોવાનો RTI માં ખુલાસો થયો છે. 

અમદાવાદની ખાનગી હોસ્પિટલોનું વધુ એક કૌભાંડ, સરકારના રેમડેસિવીર વાપરીને રૂપિયા આપવા ઠેંગો બતાવ્યો

અમદાવાદ :લોકો પાસેથી સારવારના નામે કરોડો વસૂલીને મનમાની કરતી ખાનગી હોસ્પિટલોનું વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. કોરોનાની બે લહેરમાં સારવાર દરમિયાન દર્દીઓ પાસેથી રૂપિયા લઇ ખાનગી હોસ્પિટલોએ AMC ને હજી સુધી રૂપિયા ચૂકવ્યા ન હોવાનો RTI માં ખુલાસો થયો છે. 

કોરોનાના કપરા કાળમાં એક તરફ દર્દીઓ તરફડીને મરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ શહેરની ખાનગી હોસ્પિટલો મોટી કમાણી કરી રહી હતી. ખાનગી હોસ્પિટલોએ સારવાર દરમિયાન દર્દીઓ પાસેથી પૈસા લઇ AMC ને રૂપિયા ચૂકવ્યા જ નહીં હોવાનો RTI માં ખુલાસો થયો છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન AMC પાસેથી લીધેલા રેમડેસીવીરના ઇન્જેક્શનના 12 કરોડ 95 લાખ રૂપિયા AMC ને હજી સુધી ચૂકવાયા નથી. સારવાર દરમિયાન દર્દીઓ પાસેથી રેમડેસીવીરના રૂપિયા તો ખાનગી હોસ્પિટલોએ લઈ લીધા, પણ AMC ને ચૂકવ્યા નહિ. સૌથી વધુ પશ્ચિમ ઝોનની જુદી જુદી હોસ્પિટલ્સના 36 કરોડ 10 લાખથી વધુ રકમ ચુકવવાની બાકી છે. 

આટલા રૂપિયા ચૂકવવાના બાકી

  • દક્ષિણ ઝોનમાં 11118867 રૂપિયા
  • મધ્ય ઝોનમાં 6269615 રૂપિયા
  • પૂર્વ ઝોનમાં 13517997 રૂપિયા
  • દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 134229208 રૂપિયા
  • ઉત્તર પશ્ચિમ ઝોનમાં 34752928 રૂપિયા 

લોકો પાસેથી સારવાર દરમિયાન પૈસા લીધા છતાં AMC એ રેમડેસીવીરના પૈસા રિકવર ન કર્યા હોવાનો RTI માં ખુલાસો થયો છે. આ મામલે એક નાગરિકે વિજિલન્સ તપાસ માટે AMC ને અરજી કરી છે. જોકે, બીજી તરફ, મહાનગરપાલિકાનું તંત્ર પણ ઊંઘતુ ઝડપાયુ છે. એએમસીને જાણે આ રૂપિયાની કોઈ વેલ્યૂ નથી, તેમ આ રૂપિયા વસૂલવામાં પણ કોઈ રસ નથી તેવુ લાગે છે. સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે એએમસીના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને કહ્યુ કે, અમે આ રૂપિયા વસૂલી લઈશું. 

જ્યારે કોરોનાના કપરા કાળમાં જ્યારે દર્દીઓને રેમડેસિવીરની જરૂર હતી ત્યારે એએમસીએ ખુલ્લા હાથે ખાનગી હોસ્પિટલોને રેમડેસિવીરની લ્હાણી કરી હતી. પરંતુ એક વર્ષ બાદ પણ ખાનગી હોસ્પિટલોના તંત્રનું પેટનુ પાણી હાલતુ નથી. એક પણ હોસ્પિટલ આ રૂપિયા ચૂકવવાનું નામ નથી લઈ રહી. ઉપરથી દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચાલુ જ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news