હિટ એન્ડ રન : પર્વ શાહની કારનો પીછો કરનાર ખાખીધારી કોણ, પોલીસ પણ મૂંઝવણમા

શિવરંજની (Shivranjani) ના હિટ એન્ડ રન કેસ (Hit And Run Case) માં પર્વ શાહ વિરૂદ્ધ આઈપીસી કલમ 304 મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે આ હિટ એન્ડ રન મામલે મોટો વળાંક સામે આવ્યો છે. પર્વ શાહની સાથે સીસીટીવીમા દેખાતી બીજી કારનો માલિક ચર્ચામાં આવ્યો છે. 
હિટ એન્ડ રન : પર્વ શાહની કારનો પીછો કરનાર ખાખીધારી કોણ, પોલીસ પણ મૂંઝવણમા

જાવેદ સૈયદ/અમદાવાદ :શિવરંજની (Shivranjani) ના હિટ એન્ડ રન કેસ (Hit And Run Case) માં પર્વ શાહ વિરૂદ્ધ આઈપીસી કલમ 304 મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે આ હિટ એન્ડ રન મામલે મોટો વળાંક સામે આવ્યો છે. પર્વ શાહની સાથે સીસીટીવીમા દેખાતી બીજી કારનો માલિક ચર્ચામાં આવ્યો છે. 

શિવરંજની હિટ એન્ડ રન કેસમાં અકસ્માત સમયે CCTV કારમાં દેખાતી બીજી કાર પોલીસે શોધી કાઢી છે. બ્લેક કલરની વેન્ટો કારનો ચાલક ધીરજ પટેલ છે. ધીરજ પટેલ થલતેજમાં તેમના બહેનના ઘરેથી પરત ઇન્કમટેક્સ ખાતે આવેલ પોતાના ઘરે જઇ રહ્યા હતા. જોકે, સવાલ એ છે કે, ધીરજ પટેલની કારમાં ખાખીધારી શખ્સ સવાર હોવાનું કહેવાય છે. કારમાં ધીરજ પટેલે તેની સાથે પોલીસ કર્મી કે હોમગાર્ડ જવાન બેસાડયૉ હોવાની આશકા છે. કારચાલક ધીરજ પટેલનું પોલીસ નિવેદન લઇ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે. 

ધીરજ પટેલના નિવેદનમાં ખુલાસો થયો છે. CCTVમાં દેખાયેલ બીજી કારના માલિકે પર્વનો પીછો કર્યો હોવાનું કબૂલ્યું હતું. ધીરજ પટેલની કારમાં ખાખી વર્ધીમાં કોઈ બેઠું હતું. આ શખ્સે ગુરુદ્વારાથી ધીરજ પટેલની કારમાં બેસીને પર્વ શાહની કારનો પીછો કર્યો હતો. બાદમાં ખાખીધારી શખ્સ પરત ગુરુદ્વારા નજીક ઉતર્યો હતો. ધીરજની ધરપકડ કર્યા બાદ ખાખીધારીની ઓળખ કરવા પોલીસે કવાયત હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે 10 જેટલા હોમગાર્ડની આરોપી સમક્ષ ઓળખ પરેડ કરાવી હતી. ખાખીધારી શખ્સ પકડાયા બાદ ઘટનામાં આવશે તો હિટ એન્ડ રન કેસમાં નવો વળાંક આવી શકે છે. આખરે આ ખાખીધારી કોણ છે તે શોધવા પોલીસે કવાયત હાથ ધરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news