ગુજરાતની 300 અને અમદાવાદની 250 કંપનીઓ પર સૌથી મોટો ખતરો! ગમે ત્યારે થઈ શકે છે મોટો કાંડ

કહેવાય છે કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ એ આ તમામ કંપનીને પત્ર વ્યવહાર કરીને જાણ કરી છે કે તમારા એકાઉન્ટમાં નાઈઝિરિયન ગેંગ એ એટેક કર્યો છે, જેથી જરૂરી પગલાં લેવા. આ ગેંગ પહેલા સોશિયલ મીડિયા કે ગૂગલના મારફતે કંપનીની વિગતો મેળવે છે અને ત્યારબાદ ઈમેલ આઈડી મેળવીને કોઈ પણ બહાના હેઠળ મેલ કરે છે.

ગુજરાતની 300 અને અમદાવાદની 250 કંપનીઓ પર સૌથી મોટો ખતરો! ગમે ત્યારે થઈ શકે છે મોટો કાંડ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની મોટી કાર્યવાહી સામે આવી છે. ભારતની 700 કંપની એવી શોધી કાઢી જેના પર નાઈઝિરિયન ગેંગે માલવેર એટેક કર્યો છે. 

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. નાઈઝિરિયન ગેંગ એ ભારતની 700 કંપની પર માલવેર એટેક કર્યો છે. આ એટેકમાં કંપનીના મુખ્ય કોમ્પ્યુટર એટલે કે જે કંપનીમાં આર્થિક વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા એવા એકાઉન્ટન્ટના કોમ્પ્યુટરમાં માલવેર એટેક કરી એ કી લોગરથી પ્રવેશ મેળવીને કંપનીના એકાઉન્ટનો તમામ માહિતી નાઇઝીરીયન ગેંગ પાસે છે. ભારતની 700 કંપની ગુજરાતની 300 કંપની અને અમદાવાદની 250 કંપની સહિત ગુજરાત સરકારની 6 સંસ્થા પર માલવેર એટેક કર્યો છે. આ ગેંગ ગમે ત્યારે આ તમામના એકાઉન્ટમાંથી પૈસા ખંખેરી શકે છે.

સાયબરની ક્રાઇમની દુનિયામાં કોમ્પ્યુટર સિસ્ટમ ઇ-મેલ આઇડી સાયબર એટેકથી ઇન્ફેક્ટેડ છે. કહેવાય છે કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ એ આ તમામ કંપનીને પત્ર વ્યવહાર કરીને જાણ કરી છે કે તમારા એકાઉન્ટમાં નાઈઝિરિયન ગેંગ એ એટેક કર્યો છે, જેથી જરૂરી પગલાં લેવા. આ ગેંગ પહેલા સોશિયલ મીડિયા કે ગૂગલના મારફતે કંપનીની વિગતો મેળવે છે અને ત્યારબાદ ઈમેલ આઈડી મેળવીને કોઈ પણ બહાના હેઠળ મેલ કરે છે. આ મેલમાં આવેલ ફોટો કે કોઈ પણ વસ્તુને ક્લિક કરતાની સાથે જ કી લોગરના આધારે કોમ્પ્યુટર આખું હેક થઇ જાય છે અને નાઈઝિરિયન ગેંગ પાસે તમામ માહિતી પહોંચી જાય છે.

ત્યાર બાદ આ ગેંગ મોકો મળતા ની સાથે જ લાખો કે કરોડો રૂપિયા ખંખેરી લે છે માત્ર સેકન્ડમાં જ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ પાસે છેલ્લા 1 વર્ષ ના ડેટાના આધારે તપાસ માં આ વિગતો સામે આવી છે ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચ એ જણાવ્યું છે કે હાલ પણ ટેકનીકલી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે 700 કંપની થી વધારે પણ આંકડો સામે આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news