ફૈઝલ પટેલે મોટો ધડાકો કરીને કોંગ્રેસને ચોંકાવ્યા, શું ભાજપ હાર્દિક પટેલની જેમ લાલ જાજમ પાથરશે?
Gujarat Politics: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પરિવારની નારાજગી સામે આવી છે. પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ માટે કામ નહીં કરવાની જાહેરાત કરી છે. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી છે. હાલ કોંગ્રેસના નેતા સ્વ.અહેમદ પટેલના બંને સંતાનો ફૈઝલ પટેલ અને તેમના બહેન મુમતાઝ પટેલ કોંગ્રેસમાં સક્રિય છે.
Trending Photos
Faisal Patel Left Congress : કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પરિવારની નારાજગી ફરી એકવાર સામે આવી છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલે (44) કોંગ્રેસ માટે કામ નહીં કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસથી દુર થતા પહેલા ફૈઝલ પટેલે ઈમોશનલ પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે કે, "ઘણા વર્ષોથી મારા દિવંગત પિતા અહેમદ પટેલે તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું દરેક રીતે માનવતા માટે કામ કરવાનું ચાલુ રાખું છું.
- ગુજરાતમાં ફરી અહેમદ પટેલના પુત્રો નારાજ
- ફૈઝલ પટેલે કહ્યું, હું કોંગ્રેસ માટે કામ નહીં કરું
- ફૈઝલ પટેલની ભાજપના નેતાઓ સાથે નિકટતા જોવા મળી
ફૈઝલ પટેલ સીઆર પાટીલને મળ્યા
ફૈઝલ પટેલની પોસ્ટ બાદ ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો લાગશે તેવી ચર્ચા શરૂ થઈ છે કે, ફૈઝલ પટેલ ભાજપમાં જશે. લોકસભાની ચૂંટણી પહેલા જ્યારે તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળ્યા ત્યારે ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. પિતા અહેમદ પટેલના અવસાન બાદ ફૈઝલ પટેલ અને તેમની બહેન મુમતાઝ કોંગ્રેસમાં સક્રિય છે. મુમતાઝ પટેલ દિલ્હીની ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. અગાઉ જ્યારે તેમને લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાંથી ટિકિટ ન મળી ત્યારે તેમનું દર્દ છલકાયું હતું. રાજકીય વર્તુળોમાં મુમતાઝને અહેમદ પટેલના વારસ તરીકે જોવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસે ફૈઝલ પટેલની પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
કેન્દ્રીય નેતૃત્વ સાથે જોડાણ છે
ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ તેમના પિતા અહેમદ પટેલના કારણે ગાંધી પરિવાર સાથે સીધો સંબંધ ધરાવે છે. મુમતાઝ ઘણા પ્રસંગોએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે જોવા મળી છે, પરંતુ ફૈઝલની પાર્ટીમાં અવગણના કરવામાં આવતા નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસને છોડવા મજબૂર હોવાનું જણાવ્યુ. આ ત્યારે થયું છે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે પાર્ટી 2027માં ભાજપને હરાવી દેશે. વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા ત્યારે તેમણે આ મોટો દાવો કર્યો હતો.
ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ કોંગ્રેસ છોડવાનો મામલે ભાજપે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા. ભાજપના પ્રવકતા ડો. યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ કામના આડે આવે છે તે સાબિત કરે છે કોંગ્રેસ કેટલી દિશાવિહિન છે. કોંગ્રેસ દિશાવહિન અને નીતિવિહીન છે. દિગ્ગજ નેતાના પુત્ર આ રીતે પક્ષ છોડવો પડે તે કોંગ્રેસની કમનસીબી છે. અહેમદ પટેલના પુત્રએ સોશ્યલ મીડિયામાં લખ્યું કે, તેમને દેશની સેવા કરવી છે. પણ કોંગ્રેસના નેતા આડે આવે છે, તેથી મારે કોંગ્રેસ છોડવી પડે છે. કોંગ્રેસ દિશા વિહીન અને હવે નેતૃત્વ વિહીન છે. નિર્ણય લેવાની ક્ષમતા નથી, દેશના એક પણ મતદારો કોંગ્રેસને પસંદ કરતા નથી. કોંગ્રેસની કમનસીબી છે એમ કહેવાય.
અહેમદ પટેલના પુત્રના કોંગ્રસના છોડવા અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની જે વિચારસરણી હવે નથી રહી. ફક્ત જાતિવાદની રાજનીતિ કરે છે. હવે કોંગ્રેસના લોકો પણ કોંગ્રેસ છોડી રહ્યા છે. ફકત કોંગ્રેસના જૂજ લોકો જ કોંગ્રેસમાં રહેશે.
ભાજપે મુમતાઝને ઓફર આપી છે
ભાજપે મુમતાઝ પટેલને પણ ઓફર આપી છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે પરંતુ હું માનું છું કે ભરૂચ કોંગ્રેસના મોટા નેતા અહેમદ પટેલ હતા. મનસુખ વસાવાએ કહ્યું હતું કે હવે અહેમદ પટેલ નથી રહ્યા ત્યારે તેમની પુત્રીનો કોંગ્રેસને પ્રોજેક્ટ હોવો જોઈએ પરંતુ કોંગ્રેસે ન કર્યું. તેમણે કહ્યું હતું કે જો અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ રાષ્ટ્રીય વિચારધારામાં જોડાવા માંગે છે તો ભાજપમાં તેમનું સ્વાગત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે