નકલી માર્કશીટના આધારે લીધું અસલી એડમિશન, VNSGUમાં 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ
ગુજરાતમાં એક બાદ એક નકલી કૌભાંડ સામે આવી રહ્યાં છે. હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ ઘટના બાદ યુનિવર્સિટીએ 62 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કર્યાં છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે, સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટના આધારે એડમિશન લેવાયાનો ખુલાસો થયો છે. 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ અને ડિગ્રીના આધારે પ્રવેશ લીધા હતા. તપાસમાં ખુલાસો થતા તમામના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. અન્ય રાજ્યોના બોર્ડની માર્કશીટના આધાર પર આ તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો હતો. 62માંથી એક વિદ્યાર્થીએ તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો હતો.તમિલનાડુ, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ અલગ સંસ્થાઓની માર્કશીટની યુનિવર્સિટીએ ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો અને તમામના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે.
નકલી માર્કશીટ કૌભાંડ
સુરતમાં બોગસ તબીબ સર્ટિફિકેટ,બોગસ નર્સિંગ કોલેજ બાદ હવે બોગસ નકલી માર્કશીટનું કૌભાંડ બહાર આવ્યું છે. દક્ષિણ ગુજરાત ગિરનાર નર્મદ યુનિવર્સિટીની તેમજ સાથે સંકળાયેલા કોલેજોમાં દર વર્ષે 70 થી વિદ્યાર્થીઓ એડમિશન મેળવતા હોય છે. આ વિદ્યાર્થીઓ પૈકી 7 હજાર અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ એડમિશન મેળવતા હોય છે. પરંતુ અન્ય રાજ્યના વિદ્યાર્થીઓએ બોગસ ધોરણ 12 ની માર્કશીટ રજૂ કરી ખોટી રીતે એડમિશન કર્યું હોવાનું સામે આવ્યું છે. એક નહિ પરંતુ 62 જેટલા વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં બોગસ સર્ટિફિકેટ રજૂ કરી એડમિશન મેળવ્યા હતા. વીર નર્મદ યુનિવર્સિટી આ તમામ વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ વેરીફાઇ કરતા બોગસ હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલી તમામ માર્કશીટ તામિલનાડુ, NIOS, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ-અલગ સંસ્થાઓની હતી.
બોગસ સર્ટિફિકેટના આધારે અભ્યાસ
આ 62 વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થીએ તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ કર્યો છે. બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો તો ત્રીજાએ B.Com.માં પ્રવેશ લઈ અભ્યાસ ચાલુ કરી દીધો હતો. યુનિવર્સિટી અન્ય રાજ્યો માંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરાતા રેકેટ પકડાયું છે. આ મામલે વીર નર્મદ યુનિવર્સિટીએ એડમિશન મેળવેલ તમામ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દીધા છે. સાથે જે વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી લીધેલો હોય તેમની માર્કશીટ પણ રદ કરી દેવામાં આવી છે. સાથે જે તે લાગતા કોલેજોને સર્ટિફિકેટની ખરાઈ કર્યા બાદ જ એડમિશન કરાવવા સૂચન કરાયું છે.
વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ કિશોરસિંહ ચાવડા એ જણાવ્યું હતું કે દર વર્ષે વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રથમ સત્રમાં 70 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે. જેમાં 6-7 હજાર વિદ્યાર્થીઓ આપની યુનિવર્સિટી તથા અન્ય ગુજરાત બોર્ડ સિવાયના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે. યુનિવર્સિટી પોતાના ખર્ચે જે તે યુનિવર્સિટી પાસેથી સર્ટિફિકેટની ખરાઈ કરતા હોય છે. ખરાઈના આધારે જે તે યુનિવર્સિટી, બોર્ડ લખીને આપતું હોય છે કે આ અમારા બોર્ડની કે યુનિવર્સિટી ની માન્યતા માર્કશીટ નથી. એના આધારે 62 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થઈ ગયા છે. માર્કશીટ રદ કરી છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી છે તેઓની ડિગ્રી પણ રદ કરવામાં આવી છે.
કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે આમાં જે તે રાજ્ય કે યુનિવર્સિટીનો વાંક હોતો નથી. કેરલ, તામિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ બોર્ડ અને યુનિવર્સિટીના લેટરપેડનો ઉપયોગ કરીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ કરતા હોય છે. બોગસ સર્ટિફિકેટ મેળવનાર વિદ્યાર્થીઓની જે તે યુનિવર્સિટીને અમે લેખિતમાં માહિતી આપી દેતા હોય છે. વિદ્યાર્થીઓ વિરુદ્ધ તેઓને પોલીસ કાર્યવાહી કરવાનું જણાવતા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે