વધુ એક યુવકનું ગુજરાતમાં હાર્ટ એટેકથી મોત; નવા મકાનનો દસ્તાવેજ કર્યાં બાદ કચેરીમાં ઢળી પડ્યો
હિંમતનગરના બહુમાળી ભવનમાં સબ રજીસ્ટાર કચેરીમાં યુવક ઢળી પડતા મોત નિપજ્યું છે. 35 વર્ષીય પરીક્ષિત પટેલે પોતાના નવા મકાનનો દસ્તાવેજ કર્યાં બાદ કચેરીમાં ઢળી પડ્યો હતો. જે બાદ અચાનક જ યુવક કચેરીમાં ઢળી પડતા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
Trending Photos
ઝી બ્યુરો/સાબરકાંઠા: કોરોના પછી વધી રહેલા હાર્ટ એટેકના બનાવમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. હિંમતનગરના બહુમાળી ભવનમાં સબ રજીસ્ટાર કચેરીમાં યુવક ઢળી પડતા મોત નિપજ્યું છે. 35 વર્ષીય પરીક્ષિત પટેલે પોતાના નવા મકાનનો દસ્તાવેજ કર્યાં બાદ કચેરીમાં ઢળી પડ્યો હતો. જે બાદ અચાનક જ યુવક કચેરીમાં ઢળી પડતા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવકનાં મૃત્યુનાં સમાચારા મળતા જ પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો.
મૂળ પ્રાંતિજ તાલુકાનાં પોગલું ગામે રહેતા અને હાલ હિંમતનગરના કાંકણોલ રોડ પર નીલકંઠ સોસાયટીમાં નવીન મકાન લીધું હતું. યુવક તાલુકા પંચાયતમાં આત્મા વિભાગમાં નોકરી કરતો હતો. ત્યારે બહુમાળી ભવનમાંથી 108 ને કોલ કરાયો હતો પરંતુ ટ્રાફિકને લઈને તાત્કાલિક રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતુ ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ યુવકનું ચેકઅપ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. સારવાર દરમિયાન યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. બીજી બાજુ સબ રજીસ્ટાર કચેરીમાં cctv કેમેરા બંધ જોવા મળ્યા હતા. આજે સવારે વતનમાં યુવકના અગ્નિ સંસ્કાર કરાયા હતા.
પોલીસ હોસ્પિટલ પહોંચી કાર્યવાહી હાથ ધરી
આ બનાવ અંગેની જાણ હોસ્પિટલનાં તબીબ દ્વારા હિંમતનગર-બી ડીવીઝન પોલીસને કરતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. જે બાદ યુવકની લાશને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી.
બહુમાળી ભવનમાં 108 નો પોઈન્ટ મુકવાની માંગ
હિંમતનગર બહુમાળી ભવનમાં રોજનાં હજારો લોકો તેમનાં કામ અર્થે આવતા હોય છે. ટ્રાફિકને લઈને 108 એમ્બ્યુલન્સ 10 મિનિટ મોડી આવતા યુવકને રીક્ષામાં હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ત્યારે જો 108 સમયસર આવી ગઈ હોત તો યુવકને સારવાર મળી જાત અને યુવકનો જીવ પણ બચી ગયો હોત. જેથી બહુમાળી ભવનમાં 108 નો પોઈન્ટ મુકવા માંગ કરવામાં આવી છે. બીજી બાજુ સબ રજીસ્ટાર કચેરીમાં cctv કેમેરા બંધ જોવા મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે