ગુજરાતમાં 'નકલી'ની ભારે બોલબાલા! હવે અમદાવાદમાંથી ઝડપાયું નકલી નોટોનું કૌભાંડ!

અમદાવાદ જિલ્લાની SOG બ્રાન્ચની ગિરફ્તમાં ઉભેલા આ શખ્સનું નામ અલ્પિત ગજ્જર છે. અમદાવાદના બોપલમાં અલ્પિત ગજ્જર અને જનક પારેખ બંને નેશનલ સ્પેર એન્ડ સર્વિસ નામથી ભાગીદારીમાં ગેરેજ ચલાવે છે.

ગુજરાતમાં 'નકલી'ની ભારે બોલબાલા! હવે અમદાવાદમાંથી ઝડપાયું નકલી નોટોનું કૌભાંડ!

ઉદય રંજન/અમદાવાદ: સરકારની નોટબંધી બાદ પણ અનેક વખત નકલી પકડવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એક અમદાવાદના બોપલમાંથી 500ના દરની નકલી નોટો મળી આવ્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી એક શખ્સની ધરપકડ કરી નકલી નોટના કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. 

અમદાવાદ જિલ્લાની SOG બ્રાન્ચની ગિરફ્તમાં ઉભેલા આ શખ્સનું નામ અલ્પિત ગજ્જર છે. અમદાવાદના બોપલમાં અલ્પિત ગજ્જર અને જનક પારેખ બંને નેશનલ સ્પેર એન્ડ સર્વિસ નામથી ભાગીદારીમાં ગેરેજ ચલાવે છે. જેમાંથી અલ્પિત ગજ્જર એ ગઈ તારીખ 12/12/2023 HDFC બેન્કના એટીએમમાં કેશ ડિપોઝિટ મશીનમાં 500ના દરની 19 નકલી નોટો જમા કરી હતી. જેની જાણ એચડીએફસી બેન્કના મેનેજરને થતા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

નકલી નોટ મામલે બોપલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં બેન્કમાં અલ્પિત ગજ્જર એ જણાવેલ સરનામાં પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અલ્પિત ગજ્જર થાઈલેન્ડ ફરવા માટે ગયો છે અને 17મીના રોજ પરત આવવાનો છે. ત્યારે અલ્પિત ગજ્જર બુધવારે પરત આવતા અમદાવાદ જિલ્લાની એસઓજીએ અલ્પિત ગજ્જરની નકલી નોટ બેંકમાં જમા કરવા બાબતે ધરપકડ કરી છે.  

નકલી નોટ મામલે અલ્પિત ગજ્જરની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ નકલી નોટ તેને ગેરેજના કામમાં ગ્રાહક પાસેથી મળી હતી. અમદાવાદ જિલ્લા પોલીસની SOG એ ગ્રાહકની તપાસ અને શોધખોળ શરુ કરી છે. ત્યારે પોલીસને શંકા છે કે અલ્પિત ગજ્જર આ નકલી નોટ ક્યાંથી આવે છે એ બાબતે ખોટું બોલી રહ્યો છે. 

કેમ કે પોલીસની ખાનગી તપાસમાં સામે આવ્યું છે કે અલ્પિત વારંવાર થાઈલેન્ડ ફરવા માટે જતો હોય છે, તો આટલા પૈસા તેની પાસેથી ક્યાંથી આવે છે અને જે ગ્રાહકે આ પૈસા આપ્યા છે તો એ ગ્રાહક કોણ છે. જેને પૈસા આપ્યા છે એ બાબતે સંતોષકારક જવાબ આપી રહ્યો નથી. ત્યારે પોલીસને શંકા છે કે નકલીના આ કૌભાંડના મૂળ ઊંડા છે અને અન્ય વધુ માહિતી પણ આવનારી તપાસમાં સામે આવી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news