ગુજરાતને શર્મસાર કરતો કિસ્સો! મેં કુછ ગલત નહીં કર રહા..કહી 20 વર્ષની દીકરી સાથે બાંધ્યા શારીરિક સંબંધો!
હદ તો ત્યારે વટાવી નાખી જ્યારે દીકરીના લગ્ન બાદ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો રહ્યો અંતે પીડિત દીકરીએ પિતાના ત્રાસથી કંટાળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં પિતા અને દીકરીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક સગા બાપે તેની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી દીકરી અને પિતાના સંબંધને લાંછન લગાડ્યું છે. હદ તો ત્યારે વટાવી નાખી જ્યારે દીકરીના લગ્ન બાદ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો રહ્યો અંતે પીડિત દીકરીએ પિતાના ત્રાસથી કંટાળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જે બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.
મેં કુછ ગલત નહીં કર રહા, અગર યે બાત કિસી ઔર કો બતાયેગી, તો કોઈ યકીન નહીં કરેગા". આ શબ્દો કહેતા- કહેતા નરાધમ પિતા પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારતો રહ્યો. આરોપી સગા બાપે તેની 20 વર્ષની દીકરી સાથે શારીરિક સંબંધ બાંઘ્યો, અને ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. જ્યારે પીડિત દીકરી તેના પિતાને ના કહેતી ત્યારે ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપતો.
માત્ર આટલું જ નહીં, જ્યારે પીડિત દીકરી સંબંધ બાંધવાની ના પાડતી ત્યારે તેની નાની બહેનો સાથે પણ આ જ પ્રકારે બળાત્કાર ગુજારવાની ધમકી આપતો. બસ આ જ વાતનો ફાયદો લઈ તેનો પિતા અવારનવાર બળાત્કાર ગુજારતો રહ્યો. પિતા અને દીકરીના સંબંધોને શર્માસાર કરનાર આ ઘટનામાં વેજલપુર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી. દીકરી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ પિતાએ હદ તો ત્યારે વટાવી દીધી. જ્યારે દીકરીના લગ્નના 7 મહિના થયા બાદ પણ તેની દીકરી સાથે શારીરિક સંબંધ યથાવત રાખ્યો.
ચાલુ વર્ષે રમજાન મહિનામાં જ્યારે દીકરી ઘરે આવી હતી ત્યારે પવિત્ર રમજાન માસમાં પણ નિષ્ઠુર બનેલો બાપ તેની કરતૂત ભૂલ્યો ન હતો અને બળાત્કાર ગુજારવાનું ચાલુ રાખ્યું. આરોપી પિતાને પીડિત યુવતી સાથે કુલ પાંચ દીકરીઓ છે. જેની સાથે પણ આરોપી પિતા દુષ્કર્મ કરવાની ધમકી આપતો રહેતો હતો. જેથી હેવાન પિતાથી બહેનોને બચાવવા દીકરીએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા.
પિતા અને દીકરીના સંબંધોને લાંછન લગાવનાર હેવાન પિતા જેલના સળિયા પાછળ ધકેલાયો છે. જ્યારે પાંચ દીકરીઓના નિવેદન લઈને પોલીસે તપાસ શરૂ કરી. આ આરોપીએ અન્ય કોઈ દીકરી સાથે આવું કૃત્ય કર્યું છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે