લો બોલો! ગુજરાતના પૂર્વ ધારાસભ્યના ભાઈ સાથે તોડ; રાત્રે 3 વાગે પોલીસે કાયદાનો ડર દેખાડી માંગી ખંડણી
શહેરમાં ગુનેગારો તો બેફામ બની ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપી રહ્યા છે પરંતુ હવે તો તેમાંથી પોલીસ પણ બાકાત નથી. જે પોલીસ લોકોની સુરક્ષા માટે હોય છે, એ જ પોલીસ હવે ગુનાહિત પ્રગતિઓમાં સંડોવાઇ રહેલી જોવા મળી રહી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક વાર તોડ કરાયાની નોંધાઈ ફરિયાદ છે. રાત્રે 3 પોલીસ કર્મચારીઓએ ખાનગી ડ્રેસમાં કાયદાનો ડર દેખાડીને 2 લાખ માગ્યા હોવાની સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્યના ભાઈ સાથે પોલીસે 60 હજાર રૂપિયાનો તોડ કર્યો છે. રાતે 1 વાગે ફરિયાદી મિલન કેલા પોતાના પરિવાર સાથે ઘરે જતા હતા તે સમયે આ ઘટના બની હતી.
અમદાવાદમાં રાત્રે 3 પોલીસ કર્મચારીઓએ ખાનગી ડ્રેસમાં કાયદાનો ડર દેખાડીને 2 લાખ માગ્યા હોવાની સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ..#Ahmedabad #SolaPolice #News #ZEE24Kalak pic.twitter.com/h4vk7c9JPn
— Zee 24 Kalak (@Zee24Kalak) August 27, 2023
અમદાવાદ ના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક વાર પોલીસે તોડ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની વાત કરવામાં આવે તો સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઓગણજ ટોલટેક્ષ આગળ ગઈ તારીખ 25/08/23ના રાતે 1 વાગે ફરિયાદી મિલન કેલા પોતાના પરિવાર સાથે એરપોર્ટથી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ત્રણ પોલીસ કર્મી અને એક ખાનગી કપડામાં પોલીસ કર્મી કાયદાનો ડર દેખાડી ને 2 લાખ માંગ્યા હતા. ત્યારે રકઝક બાદ પોલીસ કર્મીઓએ 60 હાજર બળજબરીથી લીધા હતા.
બીજા દિવસે ફરિયાદી મિલન કેલાએ સોલા પોલીસ સ્ટેશન ખાતે જઈને પોતાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સુરેન્દ્રનગરના પર્વ ધારાસભ્યના ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સોલામાં એક જ અઠવાડિયામાં બીજી ફરિયાદ પોલીસે તોડ કાર્યની નોંધાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે