સુરત: એક જ્વેલરી શોપમાં 6 રાઉન્ડ ફાયરિંગ છતા એક પણ રૂપિયો ન લૂંટાયો !

શહેરના વરાછા વિસ્તારમાં આવેલ અમર જવેલર્સમાં ધોળે દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ફાયરિંગની ઘટનામાં 1 કર્મચારીને પેટના ભાગે ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ જમીન પ્રકરણમાં ધમકી આપ્યા બાદ ફાયરીંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ના આધારે તપાસ ના ધમધમાટ શરૂ કર્યા છે.
સુરત: એક જ્વેલરી શોપમાં 6 રાઉન્ડ ફાયરિંગ છતા એક પણ રૂપિયો ન લૂંટાયો !

ચેતન પટેલ/સુરત : શહેરના વરાછા વિસ્તારમાં આવેલ અમર જવેલર્સમાં ધોળે દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ફાયરિંગની ઘટનામાં 1 કર્મચારીને પેટના ભાગે ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ જમીન પ્રકરણમાં ધમકી આપ્યા બાદ ફાયરીંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ના આધારે તપાસ ના ધમધમાટ શરૂ કર્યા છે.

રવિવારનો દિવસ અને જ્વેલર્સની દુકાન બહાર પોલીસનો કાફલો. ઘટના બની છે જમીન પ્રકરણમાં ફાયરીંગની. અમર જ્વેલર્સના માલિકની સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ માનસરોવર પ્રોજેકટમાં તકરાર બાબતે ફાયરિંગની ઘટના બની છે. સમગ્ર ઘટના સીસીટીવી જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે, જમીન પ્રકરણમાં માત્ર ભયભીત કરવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હોય. સૂત્રોના અનુસાર મિલન નામના વ્યક્તિએ અમર જ્વેલર્સના માલિકને વોટ્સઅપ કોલ કરી માનસરોવર જમીન પ્રોજેકટમાંથી ખસી જવા ધમકી આપી હતી.

જોકે આ બાબતે તકરાર યથાવત રહેતા રવિવારે ધોળે દિવસે અંધાધૂંધ 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક કામદારને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ઘટનાની જાણકારી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તલસ્પર્શી તપાસ આરંભવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news