વડોદરા પાસે 31 હેક્ટર જમીનમાં બનશે દેશની ‘પ્રથમ રેલવે યુનિવર્સિટી’: નીતિન પટેલ

ગુજરાત રાજ્યમાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી બનાવાની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. જેને અનુલક્ષીને વઘોડિયાના પીપળીયા ગામ પાસે 31 હેક્ટર જમીન બજાર કરતા અડધા ભાવે જમીન આપવામાં આવશે. આ રેલવે યુનિવર્સિટીથી આવનારા સમયમાં રાજ્યના લોકોને ફાયદો થશે. 

વડોદરા પાસે 31 હેક્ટર જમીનમાં બનશે દેશની ‘પ્રથમ રેલવે યુનિવર્સિટી’: નીતિન પટેલ

હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી બનાવાની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. જેને અનુલક્ષીને વઘોડિયાના પીપળીયા ગામ પાસે 31 હેક્ટર જમીન બજાર કરતા અડધા ભાવે જમીન આપવામાં આવશે. આ રેલવે યુનિવર્સિટીથી આવનારા સમયમાં રાજ્યના લોકોને ફાયદો થશે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે આ યુનિવર્સિટી બનાવથી લાંબા ગાળે રાજ્ય સરકારને ફાયદો થશે જેથી સરકારે ઓછા ભાવમાં યુનિવર્સિટી માટે જમીન આપી છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, એક કરોડ ઉપરની જમીનની કિંમત થતી હોવાથી કેબિનેટની મંજૂરી જરૂરી હતી. તે માટે કેબિનેટમાં મૂકવામાં આવ્યું અને બજાર કિંમતના 50% કિંમતે રેલવેને આ જમીન ફાળવવામાં આવશે.

મહીસાગર : રેપ વિથ મર્ડર કેસનો આરોપી પકડાયો, વૃદ્ધાએ એક મહિના પહેલા ઠપકો આપ્યો હતો તેનો બદલો લીધો

મહત્વનું છે, કે દિલ્હીમાં ગુજરાત ભવનની વ્યવસ્થા વધારવી જરૂરી હતી. તેથી‌ 131 કરોડના ખર્ચે દિલ્હીમાં ગરવી ગુજરાત ભવન બનાવામાં આવ્યું છે. જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 2જી સપ્ટેમ્બરના રોજ ઉદ્દઘાટન કરવામાં આવશે. તે દિવસે ગુજરાતની કલા સંસ્કૃતિ ઓળખ કાર્યક્રમો સાથે લોકાર્પણ કરાવવામા આવશે.

ગુજરાતનું સૌથી મોટું બીટકોઈન કૌભાંડ આ સુંદર મહિલાને કારણે આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યું

આ ગરવી ગુજરાત ભવન 20,325 સ્કેરમીટરમાં બનશે. જેમાં 19 સ્વીટ રૂમ, 59 બીજા રૂમ, રેસ્ટોરન્ટ, પબ્લિક ડાઇનિંગ હોલ, 200 બેઠક ધરાવતો મલ્ટી પર્પઝ હોલ, 80 સીટનો બીજો હોલ પણ હશે. ટેરેશ ગાર્ડન, લાયબ્રેરી, આધુનિક સિવિધાઓ સાથેનું બધા ભાવનો કરતા સૌથી સુંદર ભવન બનાવવામાં આવશે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news