ગુજરાતમાં કોરોના વાયરસના વળતા પાણી! પણ અમદાવાદીઓ સાવધાન, આજે એકનો 'ભોગ' લેવાયો!

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો રાજ્યમાં 1932 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 વેન્ટીલેટર પર છે અને 1928 દર્દીઓની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં 1272132 દર્દીઓ ડીસ્ચાર્જ લઈને પોતાના ઘરે પહોંચ્યા છે, જ્યારે 11062 દર્દીઓ કોરોના સામેના જંગમાં હારી ગયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના વળતા પાણી! પણ અમદાવાદીઓ સાવધાન, આજે એકનો 'ભોગ' લેવાયો!

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત કોરોના કેસમાં ધીમેધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે નવા 212 પોઝિટીવ કેસ નોંધાયા છે, જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 75 કેસ નોંધાયા છે. બીજી બાજુ ગુજરાતમાં કોરોના કેસમાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા કેસના કારણે  એક્ટિવ કેસની સંખ્યા 1932 પર પહોંચી ગઈ છે, જેમાંથી 04 લોકો વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો રેસિયો 98.99 ટકાએ પહોંચ્યો છે. આજે 292 દર્દીઓ કોરોનામાંથી સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે, જ્યારે 12 લાખથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો રાજ્યમાં 1932 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 વેન્ટીલેટર પર છે અને 1928 દર્દીઓની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં 1272132 દર્દીઓ ડીસ્ચાર્જ લઈને પોતાના ઘરે પહોંચ્યા છે, જ્યારે 11062 દર્દીઓ કોરોના સામેના જંગમાં હારી ગયા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કેસ વિશે જાણીએ તો સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 75 નોંધાયા છે, ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 20, ગાંધીનગર 16, મોરબી 11, મહેસાણા 9, વડોદરા 8, આણંદ 6, બનાસકાંઠા 5, વલસાડ 5, કચ્છ 4, અમદાવાદ 3, અમરેલી 3, ભરૂચ 3, ગાંધીનગર કોર્પોરેશન 3, રાજકોટ 3, સાબરકાંઠા 3, સુરત 3, નવસારી 2, પંચમહાલ 2, અરવલ્લી 1, ભાવનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news