Ahmedabad Blast Verdict: બ્લાસ્ટને કારણે અમદાવાદનો નક્શો બદલાયો હતો, પણ નરેન્દ્ર મોદી પોતાની ચિંતા કર્યા વગર ઘટનાસ્થળે ગયા હતા
Ahmedabad Serial Blast : અમદાવાદમાં એક પછી એક બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટ થતાં જ એક વ્યક્તિ એવા હતા. જે કોઈ પણ જાતની પરવાહ કર્યા વગર અમદાવાદ શહેરમાં નીરિક્ષણ માટે નીકળી ગયા હતા
Trending Photos
- અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 56 મોત,અને 240 ઘાયલ થયા હતા
- તત્કાલિન CM મોદીએ પોતાની સુરક્ષાની પણ પરવાહ નહોતી કરી
- નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતાની ચિંતા કર્યા વગર ઘટનાસ્થળે ગયા હતા
- સુરક્ષા એજન્સીઓએ ઘટના સ્થળે જવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો
- પોતાની ચિંતા કર્યા વગર ઘાયલોને સાંત્વના આપવા પહોંચી ગયા હતા
- ઘટના બાદ ચુનંદા અધિકારીઓની ટીમ બનાવવાની સુચના આપી હતી
- ઘટનાના મૂળ સુધી પહોંચીને ઝડપી કાર્યવાહી માટે આપ્યા હતા આદેશ
- અમદાવાદની સાથે સુરતમાં પણ ઘટનાસ્થળે ગયા હતા નરેન્દ્ર મોદી
ઝી મીડિયા/બ્યૂરો :જે દિવસની રાહ અમદાવાદના તમામ લોકો જોતા હતા. તે દિવસ આવી ગયો..અમદાવાદને લોહી લુહાણ કરનાર આતંકીઓ સામે કોર્ટ ચુકાદો આપી દીધો છે. 2008 અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં કોર્ટ 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે 28 આરોપીઓ સામે કોઈ પૂરાવા ના મળતા કોર્ટે તેઓને છોડી મુક્યા છે. આતો વાત હતી કોર્ટની અત્યાર સુધીની કાર્યવાહીની... પરંતુ હવે ફરી એક વખત નજર કરીશું એ કાળા દિવસ પર, જ્યારે સમગ્ર અમદાવાદમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા..અને બ્લાસ્ટ થતાં જ અમદાવાદનો આખો નક્શો જાણે બદલાઈ ગયો હતો.
આ પણ વાંચો : 2008 Ahmedabad Blast Verdict: કુલ 49 આરોપી દોષિત જાહેર, પુરાવાને અભાવે 28 આરોપીઓને નિર્દોષ છોડાયા
અમદાવાદમાં એક પછી એક બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટ થતાં જ એક વ્યક્તિ એવા હતા. જે કોઈ પણ જાતની પરવાહ કર્યા વગર અમદાવાદ શહેરમાં નીરિક્ષણ માટે નીકળી ગયા. તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કેસને ઉકેલવા માટે કેટલાક અધિકારીઓની ટીમનું ગઠન કરવા આદેશ આપ્યા હતા. આદેશ મળતાની સાથે જ ટીમ તૈયાર થઈ અને કેસની તપાસ શરૂ થઈ ગઈ.
નરેન્દ્ર મોદીની કુનેહથી દબોચાયા હતા આતંકીઓ
ગુજરાત પોલીસ માટે આ એક મોટો પડકાર હતો કેમ કે, અમદાવાદ શહેરમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ જેવા જ બોમ્બ બ્લાસ્ટ બેંગલૌર, મુંબઇ, જયપુર,વારાણસી ખાતે થયેલા. બ્લાસ્ટના બનાવો વણશોધાયેલ હતાં. પરંતુ ગુજરાત પોલીસ દ્વારા ખાસ કરીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાના નેતૃત્વ નીચે ડીસીપી ક્રાઇમ અભય ચુડાસમા સહિત તપાસની ૪ ટીમો બનાવી હતી. હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તારીખ 15 મી ઓગસ્ટ સુધીમાં એટલે કે માત્ર 20 દિવસમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની એ પીડિત માતા, જેણે પતિ-દીકરાને એકસાથે ગુમાવ્યા હતા, બીજો દીકરો આજે પણ ગંભીર ઈજા સાથે જીવે છે
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ રાત-દિવસ સતત મહેનત કરી ગુનાના મૂળ સુધી પહોંચવા જહેમત ઉઠાવી હતી. અને આ સિરીયલ બ્લાસ્ટની પાછળ રહેલ ઇસ્લામિક સંગઠન સીમી અને ઇન્ડિયન મુઝાહીદનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કુલ 78 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નિર્દોષ લોકોના જીવ ગુમાવવા તરફ દોરી જતા અમદાવાદ સિરીયલ બ્લાસ્ટના બનાવો અને તેમાં પણ દેશ વિરોધી તત્વો આ આતંકવાદીઓ દ્વારા અત્યંત ધૃણાસ્પદ રીતે અમદાવાદ શહેરની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ તથા એલ.જી. હોસ્પિટલમાં જ્યાં બોમ્બ બ્લાસ્ટમાં ઇજા પામેલ લોકોને રાખવામાં આવતાં હતાં ત્યા પણ બ્લાસ્ટ કરી પોતાની ક્રુર માનસિકતા બતાવી હતી.
તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ દ્વારા ખુબ જ ગંભીરતાથી લેવામાં આવેલી. અને આ પડકારને પહોંચી વળવા તેમણે સતત માર્ગદર્શન અને નેતૃત્વ પુરૂ પાડી ગુજરાત પોલીસને પ્રોત્સાહિત કરી વિશેષ ટીમો બનાવી અન્ય રાજ્યની સરકારો તથા વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરી સમગ્ર ઇન્ડીયન મુઝાહીદ તથા સીમીના નેટવર્કને ક્રેક કર્યું હતું.
તત્કાલિન CM મોદીએ પોતાની સુરક્ષાની પણ પરવાહ નહોતી કરી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતાની ચિંતા કર્યા વગર ઘટનાસ્થળે ગયા હતા. સુરક્ષા એજન્સીઓએ ઘટના સ્થળે જવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો, પરંતુ પોતાની ચિંતા કર્યા વગર ઘાયલોને સાંત્વના આપવા પહોંચી ગયા હતા. ઘટના બાદ ચુનંદા અધિકારીઓની ટીમ બનાવવાની સુચના આપી હતી. ઘટનાના મૂળ સુધી પહોંચીને ઝડપી કાર્યવાહી માટે કડક આદેશ આપ્યા હતા. નરેન્દ્ર મોદી અમદાવાદની સાથે સુરતમાં પણ ઘટનાસ્થળે ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે