Live Video: લોકાચાર ગયેલા ઈડરના પરિવારને દેખાયું મોત! કાર પથ્થરે અટકી'ને પતિ-પત્નીનો બચી ગયો જીવ
સાબરકાંઠાના ઇડરના વડીયાવીર થી કડીયાદરા જવાના રસ્તા ઉપર કરોલ નદી આવે છે જેમાં ઈડરનું મિસ્ત્રી દંપતી ઈડર તરફ આવી રહ્યું હતું જે દરમિયાન અચાનક કરોલ નદીમાં ભારે પુર આવતા કાર દોઢ કિલોમીટર સુધી નદીમાં તણાઈ હતી
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: ક્યારેક ક્યારેક સામાન્ય વરસાદમાં નદી નારા કે તળાવમાં જવું કેટલું જોખમી બને છે તેનું ઉદાહરણ આજે સાબરકાંઠાના ઈડરના એક પરિવારને જોવા મળ્યું છે જેમાં લોકાચાર ગયેલા પરિવારને પરત ફરતી વખતે સામાન્ય દેખાતા પાણીમાં કાર નાખતાની સાથે જ અચાનક કરોલ નદીમાં પુર આવતા દોઢ કિલોમીટર સુધી કાર પાણીમાં તણાઈ હતી તેમજ 1.5 km કાર ખેંચાયા બાદ ઇડર ફાયર ફાઈટરની ટીમે દંપતીને બચાવી લેવામાં સફળતા મેળવી છે.
સાબરકાંઠાના ઇડરના વડીયાવીર થી કડીયાદરા જવાના રસ્તા ઉપર કરોલ નદી આવે છે જેમાં ઈડરનું મિસ્ત્રી દંપતી ઈડર તરફ આવી રહ્યું હતું જે દરમિયાન અચાનક કરોલ નદીમાં ભારે પુર આવતા કાર દોઢ કિલોમીટર સુધી નદીમાં તણાઈ હતી જો ક સદનસીબે કાર પલટી માર્યા વિના દોઢ કિલોમીટર ખેંચાઈ હતી જોકે 1.5 km બાદ અચાનક પથ્થર આવી જતા કાર રોકાઈ હતી કાર રોકાતા પાણી કારમાં ભરાઈ ચૂક્યું હતું તેમજ પરિવારે જીવન બચાવવા કારની છત ઉપર આશરો મેળવ્યો હતો. તેમ જ હિંમત દાખવી સ્થાનિક ગ્રામજનોને મોબાઈલ નંબર આપી તાત્કાલિક ધોરણે સહાય મેળવવા જહેમત આદરી હતી.
સાથોસાથ સ્થાનિક ગ્રામજનોએ પણ વહીવટી તંત્ર સહિત સ્થાનિક તરવૈયાઓને વિવિધ પ્રયાસો શરૂ કર્યા હતા સાથોસાથ ઈડર નગરપાલિકાની ફાયર ફાઈટર ની ટીમ પણ તાત્કાલિક ઘટના શરીર પહોંચી હતી જ્યાં તેમની સૌપ્રથમ દોરડા વડે પરિવારને સુરક્ષિત બનાવ્યું હતું તેમજ પતિ પત્ની બંનેને સુરક્ષિત બહાર લાવ્યા હતા. જોકે બહાર આવ્યા બાદ પરિવારે સ્થાનિક ગ્રામજનો સહિત વહીવટી તંત્રનો આભાર માન્યો હતો તેમજ સદનસીબે જીવન બચ્યું હોવાની વાત કરી હતી.
જોકે સામાન્ય રીતે વરસાદી માહોલમાં સૌથી વધુ એલર્ટ મોડ ઉપર ફાયર ફાઈટર ની ટીમોને રહેવું પડતું હોય છે ત્યારે આજે ઈડર નગરપાલિકાની ફાયર ફાઈટર ની ટીમને વડીયાવીર તેમજ કડિયાદરા ગામની વચ્ચેથી પસાર થતી કરોલ નદીમાં પરિવાર ફસાયા હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે ઘટના સ્ત્રી પહોંચ્યા હતા તેમજ ઘટના સ્તરે પહોંચી પરિવારની દોરડાથી સુરક્ષિત કર્યું હતું સાથોસાથ દંપતીને હિંમત આપી સુરક્ષિતે બહાર લાવ્યા હતા.
જોકે આગામી સમયમાં અન્ય સ્લેબ તેમ જ પાણીના પ્રવાહમાંથી પસાર થતા લોકો માટે જાગૃત રહેવા તેમજ પાણીમાં પ્રવેશતા પહેલા જાગૃત રહેવા અપીલ કરી છે.જોકે સદનસીબે આજે બચેલા દંપતીએ ઈશ્વરના આભાર સાથે અન્ય લોકોને જાગૃત થવાની વાત કરી છે ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા સહિત ગુજરાતમાં આવી ઘટના ન બની તે પણ મહત્વનું બની રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે