28 વર્ષની આ અભિનેત્રીએ આપી 15 સુપરહિટ, 8 વર્ષમાં HIT મશીન બની ખૂબસૂરત હસીના
Rashmika Mandana : સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ જ્યારથી ફિલ્મોમાં એન્ટ્રી કરી છે. ત્યારથી તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અભિનેત્રી છેલ્લાં 8 વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મો આપી છે, જે લોકોને ખૂબ પસંદ આવી છે
Trending Photos
highest Paid Actress મુંબઈ: હાલમાં સાઉથ ફિલ્મોની અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની આવનારી ફિલ્મ પુષ્પા-2ને લઈને ખૂબ ચર્ચામાં છે. ચારેબાજુ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાને લઈને વાતો થઈ રહી છે. સાથે જ લોકોને બંને સ્ટાર્સની આ ફિલ્મની રિલીઝ થવાની આતુરતાથી રાહ છે. અલ્લુ અર્જુન સાઉથનો સુપરસ્ટાર છે અને તેની લોકપ્રિયતાનો કોઈ જોડ નથી. પરંતુ રશ્મિકા મંદાનાની જો વાત કરીએ તો તે પણ કમ નથી. જી હા, રશ્મિકા મંદાનાએ બોક્સ ઓફિસ પર પોતાની એવી પકડ બનાવી છે કે તેણે 8 વર્ષમાં ટિકિટ બારી પર ધમાલ મચાવી દીધી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે રશ્મિકા મંદાનાએ એવું શું કર્યું છે. તો તે પણ જાણી લો.
8 વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મ:
રશ્મિકા મંદાનાએ 8 વર્ષ પહેલાં ફિલ્મોની દુનિયામાં એન્ટ્રી કરી હતી. જી હા, માત્ર 8 વર્ષમાં જ સાઉથની આ હસીનાએ 15 હિટ ફિલ્મો આપી દીધી છે. અને તે દુનિયાની સામે એક સુપરસ્ટાર બનીને સામે આવી છે. રશ્મિકા મંદાનાએ 2016માં ફિલ્મ કિરિક પાર્ટીથી ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કર્યુ હતું. આ એક કન્નડ ફિલ્મ હતી અને બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી.
2017માં આપી સુપરહિટ:
રશ્મિકાની આ ફિલ્મે માત્ર 4 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી હતી. પરંતુ તેણે દુનિયાભરમાં 50 કરોડનો બિઝનેસ કર્યો હતો. જોકે 2017માં આવેલી ફિલ્મ અંજનીપુત્ર અને ચમકે તેને સ્ટાર બનાવી દીધી. આ બંને ફિલ્મે બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ કર્યો.
2020માં આવી બ્લોકબસ્ટર:
તેના પછી વર્ષ 2018માં રશ્મિકા મંદાના 3 ફિલ્મોમાં જોવા મળી. જેમાં ચલો, ગીતા ગોવિંદમ તો સુપરહિટ રહી. પરંતુ દેવદાસ ફ્લોપ સાબિત થઈ. તેના પછી 2019માં આવેલી યજમાન બ્લોકબસ્ટર રહી. જ્યારે તેલુગુ ફિલ્મ ડિયર કોમરેડ ફ્લોપ રહી. વર્ષ 2020માં આવેલી ફિલ્મ સરિલરુ નીકવેરુ અન ભીષ્મામાં રશ્મિકાએ કામ કર્યુ અને બંને સુપરહિટ સાબિત થઈ.
ફિલ્મ વારિસુમાં દમદાર અભિનય કર્યો:
ત્યારબાદ વર્ષ 2021માં આવેલી કન્નડ ફિલ્મ પોગારુ, તમિલ સુલ્તાન અને તેલુગુ પુષ્પા: ધ રાઈઝમાં જોવા મળી. તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. તેના પછી વર્ષ 2022માં તેલુગુ ફિલ્મ Aadavaallu Meeku Johaarlu, સીતા રામમમાં જોવા મળી. જે હિટ હતી અને ગુડબાય ફ્લોપ રહી હતી. ત્યારબાદ 2023માં આવેલી ફિલ્મ વારિસુએ બોક્સ ઓફિસ પર પૈસાનો રીતસરનો વરસાદ કર્યો હતો.
પુષ્પા-2માં જોવા મળશે રશ્મિકા:
વર્ષ 2023માં રશ્મિકાએ બ્લોક બસ્ટર ફિલ્મ એનિમલમાં કામ કર્યુ. તે સિવાય અભિનેત્રીને ઓટીટી ફિલ્મ મિશન મજનૂમાં જોવામાં આવી હતી. અભિનેત્રીની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેમાં પુષ્પા-2, કુબેર, છાવા અને સિકંદરનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે