Ramayan: શ્રીરામ રાવણના હ્રદય પર કેમ નહતા કરી શક્યા પ્રહાર? જાણો કારણ
હાલના દિવસોમાં કોરોના વાયરસના પ્રકોપને ઓછો કરવા માટે દેશભરમાં 3 મે સુધી લોકડાઉન જાહેર કરાયું છે. ગત 24 માર્ચથી દેશમાં લોકડાઉનના કારણે તમામ ટીવી સિરિયલોનું શુટિંગ અટકેલુ છે. આથી ટીવી પર જૂના શોનું ફરીથી ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. આ જ કડીમાં દુરદર્શન પર રામાયણનું ફરીથી પ્રસારણ થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે લોકો પણ ખુબ રસથી આ શો જોઈ રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: હાલના દિવસોમાં કોરોના વાયરસના પ્રકોપને ઓછો કરવા માટે દેશભરમાં 3 મે સુધી લોકડાઉન જાહેર કરાયું છે. ગત 24 માર્ચથી દેશમાં લોકડાઉનના કારણે તમામ ટીવી સિરિયલોનું શુટિંગ અટકેલુ છે. આથી ટીવી પર જૂના શોનું ફરીથી ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. આ જ કડીમાં દુરદર્શન પર રામાયણનું ફરીથી પ્રસારણ થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે લોકો પણ ખુબ રસથી આ શો જોઈ રહ્યાં છે.
આજે અમે તમને આ ટીવી સિરિયલ સંલગ્ન એક વાત જણાવવા જઈ રહ્યાં છીએ જેને ફક્ત એક જાણકારી તરીકે દર્શાવવામાં આવી છે. અહીં અમે તમને જણાવીશું કે આખરે શ્રીરામે રાવણના હ્રદય પર એક પણ વાર બાણથી પ્રહાર કેમ નહતો કર્યો. હકીકતમાં જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું ત્યારે તે સમયે શ્રીરામ પોતાના બાણથી વારંવાર રાવણના માથા ઉપર પ્રહાર કરતા હતાં પરંતુ રાવણનું માથું બાણ લાગતા શરીરથી અલગ થતું અને વળી પાછું નવું માથું ધડ સાથે જોડાઈ જતું હતું.
ભગવાન ઈન્દ્રના મનમાં ઉઠ્યા સવાલ
આ યુદ્ધને દેવતાઓ પણ આતુરતાથી જોતા હતાં. રાવણના શરીરમાં જોડાતા નવા માથાથી ભગવાન ઈન્દ્રના મનમાં વારંવાર એક જ પ્રશ્ન ઊભો થતો હતો કે આખરે શ્રીરામ રાવણના હ્રદય પર વાર કેમ નથી કરતા. આ ટીવી સીરિયલમાં દેખાડવામાં આવ્યું છે કે શ્રીરામ રાવણના હ્રદયને લક્ષ્ય એટલા માટે નહતાં બનાવતા કારણ કે તેઓ જાણતા હતાં કે રાવણના હ્રદયમાં નિરંતર સીતાનો વાસ હતો અને સીતાના હ્રદયમાં સ્વયં શ્રીરામ દરેક ક્ષણ બીરાજમાન રહેતા હતાં અને શ્રીરામના હ્રદયમાં તો આખું બ્રહ્માંડ વસેલુ હતું.
આથી હ્રદય પર ન કર્યો વાર
આવામાં જો શ્રીરામ રાવણના હ્રદયમાં વાર કરત તો રાવણની સાથે સાથે સીતા, તેમની સાથે શ્રીરામ અને શ્રીરામની સાથે સાથે સમસ્ત બ્રહ્માંડનો વિનાશ થઈ જાત. દુરદર્શન પર રામાયણનું ફરીથી પ્રસારણ થઈ રહ્યાં બાદથી આ સીરિયલનો ટીઆરપી પણ ખાસ્સો જોવા મળ્યો છે. જેનાથી જાણવા મળે છે કે લોકોને હજુ પણ આ સીરિયલમાં ખુબ આનંદ આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે