2.0ને પાયરેસીથી બચાવવા માટે કોર્ટનો મોટો નિર્ણય, 12,000 વેબસાઇટ થઇ બ્લોક

એક્શન અને અદ્ભુત વીએફએક્સ ઇફેક્ટ્સથી બનેલી આ ફિલ્મના પહેલાથી જ ઘણા રેકોર્ડ તોડવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

2.0ને પાયરેસીથી બચાવવા માટે કોર્ટનો મોટો નિર્ણય, 12,000 વેબસાઇટ થઇ બ્લોક

નવી દિલ્હી: રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 આજે રિલીઝ થઇ ગઇ છે. રિલીઝની સાથે જ આ ફિલ્મની ઘણી પ્રસંશા થઇ રહી છે. એક્શન અને અદ્ભુત વીએફએક્સ ઇફેક્ટ્સથી બનેલી આ ફિલ્મના પહેલાથી જ ઘણા રેકોર્ડ તોડવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ રજનીકાંતની આ ફિલ્મ પર પાયરેસીના ખતરાને લઇ મદ્રાસ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના અનુસાર 2.0ના રિલીઝ થયા પહેલા મદ્રાસ હાઇકોર્ટે 37 ઇન્ટપનેટ સર્વિસ પ્રાઇવેટરને લગભગ 12 હજાર એવી વેબસાઇટ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ ફિલ્મની તામિલ વર્ઝન પાયરેટ કરી શકે છે.

rajnikanth

કોર્ટ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી વેબસાઇટ્સમાંથી 2000 વેબસાઇટ્સ એવી છે જેમાં તમિલ રોકર્સ ચાલી રહી છે. આ અરજી ફિલ્મના પ્રોડ્યૂસર લાયકા પ્રોડક્શન્સ લિમિટેડે નોંધાવી છે. આ અરજી પર જસ્ટિસ એમ. સુંદરે બુધવારે આ આદેશ કર્યો હતો. આ ફિલ્મના પ્રોડક્શન હાઉસે અદાલતને જાણકારી આપી હતી કે લગભગ 12,564 વેબસાઇટ એવી છે જે ફિલ્મની પાયરેસી વર્ઝન લીક કરી શકે છે.

તમને જણાવી દઇએ કે તમિલરોકર્સ આ પહેલા ઠગ્સ ઓફ હિંદોસ્તાન, સુઇ ધાગા, અંધાધુન અને નોટા જેવી ફિલ્મ લીક કરી ચુકી છે. સાઉથ ઇન્ડિયા સહીત સમગ્ર દેશમાં એક્ટર રજનીકાંતની અદ્ભુત ફેનફોલોવિંગ છે અને એવામાં ફિલ્મ લીક થવાથી પ્રોડ્યૂર્સસને મોટું નુકસાન થઇ શકે છે.

akshay kumar

જણાવી દઇએકે રિલીઝ પહેલા જ આ ફિલ્મની આવકના લગભગ 80 ટકા પૈસા કમાણી કરી છે. આ ફિલ્મને મ્યૂઝિક અને ટેક્નિકલ રાઇટ્સની સાથે તામિલની પ્રી બ્રુકિંગથી કુલ 490 કરોડની કમાણી કરી છે. બે દિવસ પહેલા આ ફિલ્મનું હિન્દી અને અન્ય ભાષાઓમાં પ્રિ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એટલે 600 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ રિલીઝ પહેલા જ 500 કરોજની કમાણી કરી ચુકી છે. આ પહેલા ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું ક્યારે પણ થયું નથી. ત્યારે અનુંમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પહેલા જ દિવસે 100 કરોડનું ઓપનિંગ કરવા જઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news