Mira અને Shahidનો ટપુકડો થઈ ગયો છે સુપર હેન્ડસમ, સામે આવી તસવીર
મીરા રાજપૂતે હાલમાં જ ઝૈન કપૂર (Zain Kapoor)ની બે તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે જે વાઇરલ બની ગઈ છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ભલે બોલિવૂડ સાથે સંકળાયેલી ન હોય પણ તેના ચાહકોની સંખ્યા પણ ઘણી વધારે છે. સોશિયલ મીડિયામાં મીરાના નામની અનેક ફેન ક્લબ ચાલે છે. મીરા તેની પર્સનલ લાઇફની જે કોઈ તસવીર પોસ્ટ કરે એ તરત જ વાઇરલ થઈ જાય છે.
મીરાએ હાલમાં જ પોતાના દીકરા ઝૈન કપૂર (Zain Kapoor)ની બે તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરી છે. આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવી છે. આ તસવીરોમાં ઝૈને કાળા રંગની પટ્ટી બાંધી છે અને તે સફેદ રંગના કેઝ્યુઅલ ટી શર્ટમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરને શેયર કરીને મીરાએ કેપ્શન આપ્યું છે કે “You’ve got this mama”.
શાહિદ કપૂર અને મીરા કપૂરનો પરિવાર ખાસ મિત્રો છે. શાહિદ અને મીરાએ 7 જુલાઈ, 2015ના દિવસે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ એટલે કે 2016ના ઓગસ્ટ મહિનામાં મીરાએ દીકરી મિશાને જન્મ આપ્યો હતો જ્યારે ગત વર્ષના સપ્ટેમ્બરમાં દીકરા ઝૈનનો જન્મ થયો. મીરા જ્યારે બીજી વાર પ્રેગ્નેન્ટ હતી ત્યારે આ વાતને શાહિદે એકદમ ક્યૂટ અંદાજમાં શેર કરી હતી. શાહિદે ઈન્સ્ટાગ્રામ પર મિશાની તસવીર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે ‘બિગ સિસ્ટર’. આ તસવીર શેયર કર્યા બાદ શાહિદ બીજી વાર પિતા બનવાનો હોવાની બધાને જાણ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે