ફરહાને ટ્વીટ કરવામાં વાળ્યું ભોપાળું, લોકોએ કહી દીધો 'પપ્પુ'

ફરહાન ખાને ચૂંટણીને લગતું એક ટ્વીટ કર્યું હતું અને પછી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું

ફરહાને ટ્વીટ કરવામાં વાળ્યું ભોપાળું, લોકોએ કહી દીધો 'પપ્પુ'

મુંબઇ : બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તર ટ્વિટર પર એક ટ્વીટ કરીને બરાબર ફસાઈ ગયો છે. ફરહાને ચૂંટણીના છેલ્લા તબક્કામાં વોટર્સને અપીલ પોસ્ટ કરી છે કે ભોપાલમાં સમજીને મત આપશો અને સાધ્વી પ્રજ્ઞાને વોટ ન આપતા. ફરહાનના આ ટ્વીટ પછી યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક યુઝર્સ સવાલ કરે છે કે તું શું નશામાં છે? તો કેટલાક યુઝર્સ ટોણો મારે છે કે તે 2024 માટેની ટ્વીટ અત્યારે કરી દીધી છે. એક યુઝરે તો આ ટ્વીટ કરવા માટે ફરહાનને પપ્પુ પણ કહી દીધો છે. 

ફરહાને ટ્વીટ પોસ્ટ કરીને લખ્યું છે કે પ્રિય ભોપાલના મતદાતાઓ, તમારા શહેરને વધુ એક ગેસ દુર્ઘટનાથી બચાવવાનો આ જ યોગ્ય સમય છે. ફરહાને હૈશટેગ સાથે લખ્યું છે કે #SayNoToPragya #SayNoToGodse #RememberTheMahatma #ChooseLoveNotHate. 

— Farhan Akhtar (@FarOutAkhtar) May 19, 2019

— Akarsh ਆਕਰਸ਼ (@itsAkkkiiii4U) May 19, 2019

— Chowkidar kalpana Mohan (@DrKalpanaM) May 19, 2019

નોંધનીય છે કે ભોપાલમાં 12 મેના દિવસે વોટિંગ થઈ ગયું છે અને ફરહાને આ ટ્વીટ કરીને તેની જાતનો મજાક ઉડાવી દીધો છે. લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019)ના સાતમા અને અંતિમ તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે. 8 રાજ્યોના લગભગ 10.17 કરોડ મતદાતા આ તબક્કામાં 918  ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news