આ અભિનેત્રીઓએ એડલ્ટ ઇડસ્ટ્રીને કહી દીધું છે અલવિદા, પરંતુ આજેપણ છે બોલબાલા
એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા એક્ટર અને એક્ટ્રેસિસ આજકાલ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા છે. તો બીજીબાજુ આ ઈન્ડસ્ટ્રીમાં કેટલીક એક્ટ્રેસિસ એવી પણ છે જેમણે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યા પછી તેને અલવિદા કહી દીધુ. પરંતુ આજે પણ તેમની લોકપ્રિયતામાં સહેજ પણ ફેર પડ્યો નથી.
Trending Photos
પોર્ન ઇન્ડસ્ટ્રી વિશે દરેકની જુદી જુદી ધારણા હોય છે. કેટલાક લોકો અહીં કામ કરતા સ્ટાર્સને ખરાબ નજરથી જોતા હોય છે. તો કેટલાક લોકો તેમને ફિલ્મ ઉદ્યોગનાં સ્ટાર્સની જેમ જ સમજે છે. એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા એક્ટર અને એક્ટ્રેસિસ આજકાલ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા છે. તો બીજીબાજુ આ ઈન્ડસ્ટ્રીમાં કેટલીક એક્ટ્રેસિસ એવી પણ છે જેમણે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યા પછી તેને અલવિદા કહી દીધુ. પરંતુ આજે પણ તેમની લોકપ્રિયતામાં સહેજ પણ ફેર પડ્યો નથી. એડલ્ટ ઈન્ડસ્ટ્રી સિવાયના ક્ષેત્રોમાં પણ તેઓ પોતાનું બેસ્ટ આપી રહ્યા છે. આજે અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સની લિયોની
આ યાદીમાં પ્રથમ નામ અભિનેત્રી સન્ની લિયોનીનું છે. સની લિયોને 2010માં પોર્ન ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો હતો. આ પછી તે બિગ બોસ-5ની સીઝનમાં જોવા મળી હતી. રિયાલિટી શોમાં પોતાની એક અલગ ઓળખ બનાવનારી સની લિયોનીએ પોર્ન ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ હિન્દી ફિલ્મો કરવાનું સાહસ કર્યુ. સની લિયોનીએ 'જિસ્મ 2' ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ રિલિઝ થયા બાદથી પ્રેક્ષકોએ સનીને નોટિસ કરવાનું શરૂ કર્યુ. ત્યારબાદ સની લિયોની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તેણે ઘણા આઈટમ સોંગ પણ કર્યા છે. સની લિયોનીએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’માં આઈટમ સોંગ કર્યુ હતું.
મિયા ખલીફા
મોડેલ મિયા ખલિફાએ ઘણા ઓછા સમયમાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. જોકે હવે મિયા ખલિફાએ પોર્ન ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધુ છે અને તેના બોયફ્રેન્ડ સાથે સગાઈ પણ કરી લીધી છે. મિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે ઘણીવાર સોશિયલ ઇશ્યૂઝ પર પોતાના વિચારો પણ રજૂ કરે છે. થોડા દિવસો પહેલા મિયાએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. જ્યારબાદ તે હેડલાઇન્સમાં આવી ગઈ હતી.
શાશા ગ્રે
એક સમયે પોર્ન ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રી સાશા ગ્રે હવે હોલીવુડનું એક જાણીતું નામ છે. શાશાએ એડલ્ટ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 'ધ ગર્લફ્રેન્ડ એક્સપિરિયન્સ' નામની સિરીઝ કરી હતી. આ સિવાય શાશાએ ઘણી એડવર્ટાઈઝ, મ્યુઝિક આલ્બમ્સ અને મેગેઝિનના કવર પેજ પર પણ નજરે પડી ચૂકી છે. શાશાએ એક પુસ્તક પણ લખ્યું છે.
ક્રિસી મોર્ગન
1996થી 2006 સુધી ક્રિસી મોર્ગને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યુ. તે પછી ક્રિસીએ આધ્યાત્મિક વલણ અપનાવી લીધુ. ક્રિસી મોર્ગન 50થી વધુ પોર્ન ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હવે ક્રિસી એડલ્ટ વેબસાઇટ પરથી પોતાના વીડિયોને હટાવવા માટે કાનૂની લડત પણ લડી રહી છે.
જેન્ના જેમ્સન
પોર્ન ઈન્ડસ્ટ્રીની સ્ટાર રહી ચૂકેલી એક્ટ્રેસ જેન્ના જેમ્સને વર્ષ 2008માં એડલ્ટ ફિલ્મોમાંથી નિવૃત્તિ લઈ લીધી. ત્યારબાદ જેન્ના જેમ્સને મોડેલિંગની દુનિયામાં પોતાનું કરિયર બનાવવાનું સાહસ કર્યું. જેન્નાનાં કામની પ્રેક્ષકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી. હવે જેન્ના પોતાનો બિઝનેસ ચલાવી રહી છે અને ટીવીની મશહૂર પર્સનાલિટી પણ બની ચૂકી છે. ઘણી ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે જેન્ના જેમ્સન ડબ્યૂ ડબ્યૂ ઈમાં પણ ભાગ લઈ ચૂકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે