હતા આરટીઓ ક્લાર્ક અને આજે છે ગુજરાતના ટોચના ભજનીક, ઓળખ્યા?
એક વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમણે અત્યાર સુધીમાં લગભગ આઠસો આલબમ, સાત હજાર જેટલાં ગીત, 100 જેટલી કાવ્ય રચનાઓ અને 10 ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયન કર્યું છે.
Trending Photos
મુંબઈ :પંખીડાઓ પંખીડા, તુ ઉડી જાજે પાવાગઢ તેમજ તુ રંગાઇ જાને રંગમાં... જેવા લોકપ્રિય ગુજરાતી ભજન અને ગીતો ગાનારા ભજનીક હેમંત ચૌહાણનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ સાતમી નવેમ્બર, 1955ના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કુંદણી ગામે થયો હતો. હેમંત ચૌહાણ આરટીઓમાં ક્લાર્કની નોકરી કરતા હતા પરંતુ વારસામાં મળેલી ગાયકીમાં સરકારી નોકરી વિઘ્ન બનતા તેણે નોકરી પણ છોડી દીધી હતી. તેઓએ ત્રંબામાં માધ્યમિક શિક્ષણ લઇ રાજકોટમાં અર્થશાસ્ત્ર સાથે બીએ સુધીનો અભ્યાસ કર્યો છે.
હેમંત ચૌહાણે ચારેક વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કર્યો તે સંગીત શીખવાનું શરૂ કરી દીધું હતું. તેમણે રાજકોટ નજીકના ત્રંબામાં આવેલા કસ્તુરબા ગાંધી આશ્રમમાં મેં શિક્ષણ લીધું છે, તે સમય દરમિયાન રોજની પ્રાર્થનાસભા કે ઉજવણી દરમિયાન પણ તેમને ગાવાનો મોકો મળતો હતો. આ પછી તેમણે બાબુભાઈ અંધારિયા પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. આ તાલીમ ઉપરાંત તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.એ. (અર્થશાસ્ત્ર)નો અભ્યાસ પણ કર્યો છે.
એક વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમણે અત્યાર સુધીમાં લગભગ આઠસો આલબમ, સાત હજાર જેટલાં ગીત, 100 જેટલી કાવ્ય રચનાઓ અને 10 ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયન કર્યું છે. હેમંત ચૌહાણે અત્યાર સુધીમાં લગભગ સાત હજાર ગીતોમાં સ્વર આપ્યો છે. વર્ષ 2012માં તેમને સંગીત-નાટ્ય અકાદમી, દિલ્હીનો 'અકાદમી રત્ન'નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો, જે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે