Bhool Bhulaiyaa 3 નું ટીઝર રિલીઝ, 'રુહ બાબા'એ શેર કરેલો Video જોઈને ડરી જશો તમે પણ
Bhool Bhulaiyaa 3 Teaser: ફ્લોપ ફિલ્મની અસરને દૂર કરવા માટે કાર્તિક આર્યને પોતાના ચાહકો માટે તેની આગામી ફિલ્મ ભૂલભૂલૈયા 3 નું અનાઉન્સમેન્ટ કરી દીધું છે. ગત વર્ષે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભૂલૈયા 2 બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસની કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત રૂહ બાબા લોકોને મનોરંજન પૂરું પાડવા આવી રહ્યા છે.
Trending Photos
Bhool Bhulaiyaa 3 Teaser: કાર્તિક આર્યનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ શહેઝાદા બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. પરંતુ આ ફ્લોપ ફિલ્મની અસરને દૂર કરવા માટે કાર્તિક આર્યને પોતાના ચાહકો માટે તેની આગામી ફિલ્મ ભૂલભૂલૈયા 3 નું અનાઉન્સમેન્ટ કરી દીધું છે. ગત વર્ષે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભૂલૈયા 2 બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસની કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત રૂહ બાબા લોકોને મનોરંજન પૂરું પાડવા આવી રહ્યા છે. કાર્તિક આર્યને પોતાના સોશિયલ મીડિયા પરથી ભૂલભૂલૈયા 3 નું ટીઝર શેર કર્યું છે. આ વીડિયોમાં કાર્તિક આર્યન એવા લુકમાં જોવા મળે છે કે તેને જોઈને તેના ચાહકો ડરી જાય.
આ પણ વાંચો:
કાર્તિક આર્યને instagram પર ભૂલભૂલૈયા 3 નું ટીઝર શેર કર્યું છે. આ ટીઝર થોડી સેકન્ડનું જ છે પરંતુ તેને જોઈને ચાહકો એક્સાઇટેડ થઈ ગયા છે. ફ્રીઝરમાં ભુલભુલૈયા 2 માં જોવા મળેલી જૂની હવેલી ફરીથી જોવા મળે છે અને તેનો દરવાજો ખુલે છે. રૂમની અંદર કાર્તિક આર્યન આમી જે તોમર.... ગીત ગાતો ખુરશી પર બેઠેલો જોવા મળે છે. સાથે જ કાર્તિક આર્યન એક ડાયલોગ બોલે છે.. તે ડાયલોગમાં જણાવે છે કે તે માત્ર આત્માઓ સાથે વાત નથી કરતો પરંતુ આત્મા તેની અંદર આવી પણ જાય છે... ત્યાર પછી કાર્તિક આર્યન ખતરનાક રીતે હસે છે..
કાર્તિક આર્યને આ વિડીયો instagram પર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, રૂહ બાબા રીટન્સ દિવાલી 2024. જ્યારથી કાર્તિક આર્યને ફિલ્મના ત્રીજા પાર્ટનું અનાઉન્સમેન્ટ કર્યું છે ત્યારથી જ ચાહકો એક્સાઇટેડ થઈ ગયા છે. કાર્તિક આર્યનની પોસ્ટ ઉપર તેના ચાહકો સતત કોમેન્ટ કરીને પોતાની એક્સાઈટમેન્ટ વ્યક્ત કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે